<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

એરપોર્ટ રોડ મારૂતિનગરમાં ૧૯ વર્ષના યુવાનનો ઘર પાસે ઝાડમાં લટકી આપઘાત

હોટેલમાં કામ કરતો હતોઃ કારણ જાણવા પોલીસ તપાસ યથાવત

રાજકોટ તા. ૨૧: શહેરના જુના એરપોર્ટ રોડ પર મારૂતિનગરમાં સરસ્‍વતિ સ્‍કૂલ પાછળ રહેતાં સંદેશ મકુભાઇ રાવલ (ઉ.વ.૧૯) નામના યુવાને ઘર પાસે આવેલા ઝાડમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પ્ર.નગર પોલીસને જાણ થતાં ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર સંદેશ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો તથા અપરિણીત હતો. તે હોટેલમાં કામ કરતો હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં પ્ર.નગર પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના મૃત્‍યુથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. (૧૪.૧૧)

(4:34 PM IST)