તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 21st April 2025
પુતળીબા ઉદ્યોગ મંદિર દ્વારા બહેનો અને બાળકો માટે સમર વર્કશોપનું આયોજન

રાજકોટ તા. ૨૧ : પુતળીબા ઉદ્યોગ મંદિર દ્વારા આગામી તા. ૧ થી તા. ૧૦ સુધી બહેનો અને બાળકો માટે સમર વર્કશોપનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના બહેનોએ જણાવ્યુ હતુ કે ગીતા મંદિર સામે આવેલ અને ૬૧ વર્ષથી કાર્યરત આ સંસ્થા દ્વારા બહેનો અને બાળકોના ઉત્થાનની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે હાલ સમર વર્કશોપ યોજેલ છે.
જેમાં મહેંદી, નેઇલ આર્ટ, સેલ્ફ મેકઅપ, બ્યુટી કેર હેર સ્ટાઇલ, બ્રાઇડલ મેકઅપ, હેર કટ, હેન્ડી ક્રાફટ, ગ્લાસ પેઇન્ટીંગ, રંગ પુરણી, ડ્રોઇંગ, અક્ષર સુધારણા ગુજરાતી અને અંગ્રેજી, ચેસ તાલીમ, કેરમ તાલીમ, માર્શલ આર્ટ, ફોક ડાન્સ, વેસ્ટર્ન ડાન્સ, દાંડીયા રાસ, અરોબીક, સ્પોકન ઇંગ્લીશ, કોમ્પ્યુટર જેવા વિવિધ વર્કશોપ ગોઠવવામાં આવશે.
તેમજ તા. ૧૨ ના મધર્સ ડે નિમિતે બહેનો માટે સંગીત ખુરશી, બેલેન્સ રેસ, પોટેટો રેસ અને લીંબુ ચમચી સ્પર્ધાનું પણ આયોજન કરાયુ છે.
સમર વર્કશોપ અને મધર્સ ડે ઉજવણીમાં ભાગ લેવા ઇચ્છુકોએ રજીસ્ટ્રેશન માટે તા. ૨૮ સુધીમાં પુતળીબા ઉદ્યોગ મંદિર કાર્યાલય, ભક્તિનગર સર્કલ પાસે, ગીતા મંદિર સામે, રાજકોટ (મો.૯૦૨૩૯ ૮૧૧૬૬) ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પુતળીબા ઉદ્યોગ મંદિરના મીલીબેન કુંડલીયા, ભારતીબેન નથવાણી, હિનાબેન રાવલ, રમાબેન પંચાસરા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:25 PM IST)










