News of Tuesday, 22nd April 2025
મહેશ ઉર્ફ મયુર સાથે લવમેરેજ કરનારી સાયમાને પછી ખબર પડી કે પતિને બીજે પણ લફરા છે!
કોલેજમાં ભણતી ત્યારે કુરીયર આપવા આવતાં યુવાન સાથે મિત્રતા-પ્રેમ થઇ ગયા બાદ ભાગીને લગ્ન કર્યા હતાં :સાસુ શાંતાબેન કહેતાં-તું મુસ્લિમ છો અમને ગમતી જ નથી, દિકરાએ પ્રેમલગ્ન કર્યા એટલે તને રાખી છેઃ રીબડા સાસરૂ ધરાવતી યુવતિએ રાજકોટ માવતરે આવી બી-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૨૨: શહેરમાં રહેતાં મુળ યુપી કાનપુરના વતની એવા પરિવારની કોલેજમાં ભણતી ૨૦ વર્ષની દિકરીને કોલેજ ખાતે પાર્સલ આપવા આવતાં યુવાન સાથે મિત્રતા અને પ્રેમ થઇ ગયા બાદ માવતરની ઇચ્છા વિરૂધ્ધ કોર્ટમેરેજ કરી પતિ-સાસુ સાથે રહેવા માંડતા બાદમાં સાસુએ તું મુસ્લિમ છો, અમને ગમતી જ નથી તેમ કહી ત્રાસ ગુજારવાનું ચાલુ કરતાં અને પતિને અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ હોવાની ખબર પડતાં આ બાબતે પતિને પુછતાં તેણે મારકુટ કરી માતાની ચઢામણીથી ત્રાસ આપતાં અંતે આ યુવતિને માવતરના ઘરે પહોંચી પતિ-સાસુ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મુળ માધાપર ચોકડી મનહરપુર-૧ ગામની અને હાલ ત્રણેક મહિનાથી રીબડામાં અવંતીકા એવન્યુ-એ ખાતે રહેતી સાયમા મહેશ ઉર્ફ મયુર સાગઠીયા (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી તેણીના સાસુ શાંતાબેન કળુભાઇ સાગઠીયા અને પતિ મહેશ ઉર્ફ મયુર કળુભાઇ સાગઠીયા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
સાયમાએ જણાવ્યું છે કે ત્રણેક વર્ષ પહેલા હું કોલેજમાં ભણતી હતી ત્યારે મહેશ ઉર્ફ મયુર અમારી કોલેજે કુરીયર આપવા આવતો હોઇ અમારી વચ્ચે મુલાકાત મિત્રતા બાદ પ્રેમ થયો હતો. અમે પુખ્ત વયના હોવાથી અમારી મરજીથી કોર્ટમેરેજ કર્યા હતાં.
આથી મારા પિતાએ અમને બંનેને હાઇકોર્ટમાં હાજર થવા કેસ કર્યો હતો. અમે હાઇકોર્ટમાં હાજર થયા હતાં અને મેં હું મારા પતિ સાથે જ રહેવા ઇચ્છુ છું તેવું નિવેદન ન્યાયાધીશ સમક્ષ લખાવ્યું હતું. મારા લગ્ન જીવન દરમિયાન મારે સંતાન નથી. મારા માવતર જુના મોરબી રોડ પર જકાતનાકા પાસે શ્રીનાથ ટ્રાન્સપોર્ટ સામે રહે છે.
મારા પિતાનું નામ શકીલભાઇ મંજુરભાઇ કાદરી છે. અમારુ મુળ વતન ઉત્તરપ્રદેશનું કાનપુર છે. મારા માતાનું નામ રેશ્માબેન છે. મારે એક ભાઇ છે. મેં કોલેજમાં બે વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. હાલમાં ત્રણેક મહિનાથી અમે રીબડા ખાતે રહીએ છીએ. અહિ મારી સાથે મારા સાસુ શાંતાબેન અને પતિ રહે છે. મારા જેઠ અલગ રહે છે અને મારા નણંદ સાસરે છે. અગાઉ મેં મરી સાથે ભાગીને લગ્ન કર્યા ત્યારે અમે ઘંટેશ્વરમાં રહેતાં હતાં.
તે વખતે એક વખત મારા સાસુના મોબાઇલમાં કોઇનો ફોન આવીને કટ થઇ જતાં તેણે મને ફરી ફોન જોડી દેવા કહ્યું હતું. પરંતુ મારા પતિએ ફોન જોડવાની ના પાડી હતી. આમ છતાં મેં ફોન જોડી દેતાં ગુસ્સે થઇ મારા પતિએ મને બે ત્રણ ઝાપટો મારી દીધી હતી. આથી હું રડવા માંડી હતી. આ વખતે તેને કંઇ કહેવાને બદલે મારા સાસુ ફોન લઇ બહાર નીકળી ગયા હતાં.
આ પછી મારા સાસુ મને અવાર-નવાર હું મુસ્લિમ હોઇ અને તે હિન્દુ હોઇ તે બાબતે મેણાટોણા મારવા માંડયા હતાં. મારી પાસે મોબાઇલ ફોન હોઇ હું કોઇની સાથે વાત કરુ તો મારા પર ખોટી શંકા કરરી રાતે મારા પતિ આવે ત્યારે તેને મારા વિરૂધ્ધ ખોટી ચઢામણી કરી ખોટી ખોટી વાતો કરતાં જેથી હું આ બાબતે કંઇ બોલુ તો મારો પતિ મને ઢીકાપાટુનો માર મારતો હતો.
આ રીતે મને સતત માનસિક ત્રાસ શરૂ થયો હતો. મારા સાસુ મને અવાર-નવાર કહેતાં કે તું મુસલમાન છો, અમારા ઘરે તને લઇ જ નહોતી આવવી પણ મારા દિકરાએ તારી સાથે પ્રેમલગ્ન કર્યા છે એટલે તને રાખી છે, બાકી તને બહાર કાઢી મુકુ, તું અમને ગમતી જ નથી. આમ કહી સાસુ સતત ત્રાસ આપે છે. એક વખત સાસુએ મને કહેલુ કે મારા દિકરાએ તારા પહેલા દેવીપૂજકની યુવતિને રાખીને બેઠો હતો. આ વાત મારા પતિએ પણ તેના મોઢે સ્વીકારી હતી.
છેલ્લા એકાદ મહિનાથી મને વધુ ત્રાસ અપાતો હોઇ મેં તેને આ બાબતે કંઇ કહ્યું નહોતું. પંદરેક દિવસથી મારા માતા મારી સાથે ફોનમાં વાતક રતાં હોઇ મને તેણે કહેલુ કે તારા પિતા બિમાર પડી ગયા છે અને હૃદય રોગનો હુમલો આવ્યો છે.
મારા માતાને પણ મજા ન રહેતી હોઇ તેણે મને ઘરે બોલાવતાં મેં મારા પતિને મને માવતરે મુકી જવાનું કહેતાં મારો પતિ મને ફોરવ્હીલમાં મારા માતાના ઘર પાસે મુકી જતો રહ્યો હતો. હું માવતરે જતાં ત્યાં મારા પિતા શકીલભાઇ, માતા રેશ્માબેન, અમારા ધર્મગુરૂ મહેબુબશા બુખારી તથા અમારા ઓળખીતા રાણીબેન પરમાર એમ બધા હાજર હોઇ મેં બધી વાત કરી હતી. જેથી મારા માતાએ કહેલું કે તારા પતિને અન્ય કોઇસ્ત્રી સાથે મિત્રતા છે અને બંનેએ મૈત્રીકરાર કર્યા છે.
મારા પતિને અનય મહિલાઓ સાથે પણ સંબંધ હોઇ ઘરમાં વારંવાર કજીયા કંકાસ કરી મારા સાસુના કહેવાથી મારકુટ કરી ત્રાસ આપતો હોઇ મારા વમાતરે મને સમજાવતાં હવે મારે પતિના ઘરે જવું નથી.
તેમ વધુમાં સાયમાએ કહેતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ એમ. એન. પીઠીયાએ તેણીના પતિ, સાસુ વિરૂધ્ધ ત્રાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૬)
(4:00 PM IST)










