<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા જયેશ અને ભવ્‍ય પકડાયા

એરપોર્ટ રોડ લક્ષ્મીનગરમાં પીસીબી અને માલવીયાનગર પોલીસનો દરોડોઃ દિલ્‍હીના અનીલ કોટકની શોધ

રાજકોટતા. ૨૨ શહેરના એરપોર્ટ પર શિવાનંદ ઉદ્યાનના ગેઇટ પાસે પી.સી.બીની ટીમ ટીમે અને લક્ષ્મીનગર મેઇન રોડ પર માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ એરપોર્ટ રોડ પર એક શખ્‍સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની પીસીબીના એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા અને હેડકોન્‍સ હરદેવસિંહ રાણા સહિતે બાતમીના આધારે એરપોર્ટ રોડ શિવાનંદ ઉદ્યાનના ગેઇટ પાસે દરોડો પાડી મોબાઇલ  ફોનમાં આઇડી બનાવી વેપારી જયેશ જગદીશભાઇ મેંઠાણી(રહે.દાણાપીઠ જુનાગઢનો ઉતારો)ને પકડી લઇ કપાત લેનાર અનીલ કોટક (રહે.દિલ્‍હી)ની શોધખોળ હાથધરી છે.

જયારે બીજા દરોડામાં માલવીયાનગર પોલીસના હેડકોન્‍સ. એ.બી. વીક્રમા અને કોન્‍સ.ભાવેશભાઇ ગઢવી સહિતે બાતમીના આધારે દરોડો પાડી લક્ષ્મીનગર મેઇનરોડ અશોક ગાર્ડન પાસે મોબાઇલ ફોનમાં આઇડી બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ભવ્‍ય ગીરીશભાઇ ગુણા (રહે. બજરંગ ચોક ચંદ્રેશનગર મેઇન રોડ)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.(૩.૧૬)

(3:59 PM IST)