News of Wednesday, 23rd April 2025
રાજકોટ સહિત ૪ જીલ્લામાં ૧૬ જગ્યાએ જીઇબીના રીએકટર-કેબલવાયરની ચોરી કરનાર ગેંગ પકડાઇ
સુરેન્દ્રનગર, મોરબી તથા કચ્છ જીલ્લામાં ચોરી કર્યાની કબુલાતઃ સુલતાનપુર પાસેથી કબુલાતઃ સુલતાનપુર પાસેથી તસ્કર ગેંગને રૂા. ૯.૭૯ લાખના મુદામાલ સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી તસ્વીરમાં પકડાયેલ તસ્કર ગેંગ ચોરાઉ મુદામાલ સાથે નજરે પડે છે.

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ સહિત ૪ જીલ્લામાં ૧૬ જગ્યાએ જીઇબીના રીએકટર તથા કેબલ વાયરની ચોરી કરનાર તસ્કર ગેંગને રૂા. ૯.૭૯ લાખના ચોરાઉ મુદામાલ સાથે ગોંડલના સુલતાનપુર પાસેથી રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી હતી.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા જિલ્લાના વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સ.ઈ. એચ.સી.ગોહીલ તથા સ્ટાફના માણસો હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ દ્વારા વણશોધાયેલ ગુનાની તપાસમાં હતા. તે દરમ્યાન ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસથી મળેલ ખાનગી હકિકત આધારે સુલતાનપુર પો.સ્ટે. વિસ્તારના લીલાખા ગામ પાસેથી (૧) સામુ મનોજભાઈ આમેણીયા, ઉ.વ.૨૨, રહે. મોરબી જુની પીપળી રોડ ત્રીલોકધામ સોસાયટી સતવારા ના મકાન માં ભાડે થી જી.મોરબી, (ર) કૈલાશ ચતુરભાઇ કુંઢીયા, ઉ.વ.૧૯, રહે.ધાંગધ્રા, જોગાસર રોડ, કબ્રસ્તાન પાસે, તા.ધોગધ્રા, જી.સુરેન્દ્રનગર. (૩) વનરાજ દેવરાજભાઇ કુંઢીયા, ઉ.વ.૧૯, રહે મોરબી, લીલાપર રોડ, આવાસ યોજના કવાટર્સ, બી-૯, મુળ, ગામ. ટંકારા જી.મોરબી. (૪) કાટીયો ઉર્ફે અશોક નરશીભાઈ વીરૂગામીયા, ઉ.વ.૩૫, રહે.મોરબી, વીસી ફાટક પાસે, વીસીપરા, મોતીયા ચા ની હોટલની બાજુમાં, મુળ. ગામ. કંકાવટી, તા. ધાંગધા, જી.સુરેન્દ્રનગર. આકાશભાઇ સુરેશભાઈ વીકાણી, ઉ.વ.૨૩, રહે.મોરબી, લીલાપર રોડ, નીલકમલ સોસાયટીની બાજુમા, હનુમાનજીના મંદીર પાસે, મોરબીને કોપર વાયર જેનુ વજન ૨૪૭ કિ.ગ્રા. ૩૫૦ ગ્રામ જેની કિ.રૂ.૧,૪૮,૪૧૦/-, મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૩૦,૫૦૦/, વાહન નંગ-૩ કી.રૂ.૮,૦૦,૦૦૦/-, પાના નંગ-૧૦ કિ.રૂ.૫૦૦/-, (૫) પકડ નંગ-૧ કિ.રૂ.૫૦, સ્ક્રુ ડ્રાઇવર નંગ-૨ કિ.રૂ.૫૦-, કુલ કિ.રૂ. ૯,૭૯,૫૧૦/- મળી કુલ કિ. રૂ. ૯,૭૯,પ૧૦ - નું મુદ્દામાલ સાથે પકડી પાડી પુછતાછ કરતા રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી તથા કચ્છ જિલ્લામાં ૧૬ ચોરીની કબુલાત આપી હતી.
પકડાયેલ તકસ્કર ગેંગ ગઇ તા.૦૮/૦૪/૨૦૨૫ ના રોજ વહેલી સવારે લીલાખા ગામ નજીક આવેલ જી.ઇ.બી. ૬૬ કે.વી. સબસ્ટેશન ખાતેથી મહાદ્રા મેક્સી ટ્રક બોલેરો ગાડી નંબર GJ-36-V-3645 વાળી લઇ કુલ ત્રણ રીએક્ટર ની ચોરી કરેલ. તેમજ ગઇ તારીખ ૧૪/૦૪/૨૦૨૫ ના રોજ વહેલી સવારે જેતપુર ભોજાધાર પાસે આવેલ ૬૬ કે.વી. જી.ઇ.બી. સબસ્ટેશન ખાતેથી આજથી ચારેક મહીના પહેલા સડલા ગામ તા.મુળી જી. સુરેન્દ્રનગર ખાતે ૬૬ કે.વી. જી.ઇ.બી. સબસ્ટેશન માંથી ત્રણ રીએક્ટર ની ચોરી કરેલ આજથી ત્રણ-ચાર મહીના પહેલા ચરાડવા ગામ મોરબી થી હળવદ રોડ ઉપર જી.ઇ.બી. સબસ્ટેશન માંથી ત્રણ રીએક્ટર ની ચોરી કરેલ. આજથી એક વર્ષ પહેલા સામખીયારી કચ્છ મુકામે જી.ઈ.બી. ના ગોડાઉન પાસેથી બે બંધ ટ્રાન્સફોર્મર ની ચોરી કરેલ.
આજથી પાંચેક મહીના પહેલા હુવા ગામે માટેલ રોડ ઉપર આવેલ સબસ્ટેશન ખાતે થી એક રીએક્ટર ની ચોરી કરેલ આજથી છએક મહીના પહેલા ધાંગધ્રા પાસે સીતાપુર ગામ થી સુરેન્દ્રનગર રોડ ઉપર આવેલ ૬૬ કે.વી. જી.ઇ.બી. સબસ્ટેશન માંથી બે રીએક્ટર ની ચોરી કરેલ. આજથી ચારેક મહીના પહેલા વાકાનેર થી થાન વાળા રોડ ઉપર ટોલનાકા થી ૩ કિ.મી. દુર આવેલ જી.ઇ.બી. સબ સ્ટેશન ખાતે થી એક રીએક્ટર ની ચોરી કરેલ. આજથી ચારેક મહીના પહેલા અંજાર પાસે આવેલ પાવર હાઉસ ખાતેથી આશરે ૧૦૦ કિલો જેટલો કોપર વાયર ની ચોરી કરેલ. આથી એકાદ મહીના પહેલા લખતર કેનાલ રોડ પાસે આવેલ પાવર હાઉસ ખાતે આશરે ૮૦ કિલો જેટલો કોપર વાયર ની ચોરી કરેલ. આજથી બે મહીના પહેલા ટંકારા ગામે આવેલ પાવર હાઉસ ખાતે આશરે ૩૫૦ કિલો જેટલો કોપર વાયર ની ચોરી કરેલ. આજથી એકાદ વર્ષ પહેલા મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે થી પાવર હાઉસ ખાતે આશરે ૨૦૦ કિલો જેટલો કોપર વાયર ની ચોરી કરેલ. આજથી આઠેક માસ પહેલા હળવદ તાલુકાના લીલાપર ગામે પાવર હાઉસ ખાતે આશરે ૩૦૦ કિલો જેટલો કોપર વાયર ની ચોરી કરેલ. આજથી એકાદ વર્ષ પહેલા હળવદ માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલ પાવર હાઉસ ખાતે આશરે ૧૦૦ કિલો જેટલો કોપર વાયર ની ચોરી કરેલ. આજથી ચાર-પાંચ મહીના પહેલા સામખીયારી ગામ નજીક આવેલ જી.ઈ.બી. સબ સ્ટેશન ખાતેથી આશરે ૨૦૦ કિલો એલ્યુમીનીયમ વાયર ની ચોરી કરેલ. આજથી ચાર મહીના પહેલા ધાંગધ્રા થી સુરેન્દ્રનગર બાજુ જી.ઇ.બી. સબસ્ટેશન માંથી ૩૦૦ કિલો જેટલો લોખંડ નો ભંગાર ની ચોરી કર્યાની વિગત કબુલાત આપી હતી.
આ કાર્યવાહી રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. બાલકળષ્ણભાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, વકારભાઇ આરબ, જયવિરસિંહ રાણા, અમીતભાઇ કનેરીયા તથા પો.હેડ.કોન્સ. અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ, ધર્મેશભાઇ બાવળીયા, રસીકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા તથા પો.કોન્સ. મેહુલભાઇ સોનરાજ, મહિપાલસિંહ ચુડાસમા, વિજયભાઇ સિંહાર, ભાવેશભાઇ મકવાણા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે
(1:53 PM IST)










