તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Wednesday, 23rd April 2025
સહકાર ભારતી દ્વારા બગસરા નાગરિક શરાફી મંડળી પ્રથમ ક્રમાંક જાહેર
મંડળીનું ધિરાણ ૧૩૭ કરોડ, નફો ૫.૬૪ કરોડ, ટર્નઓવર ૬.૧૩ અબજઃ મંડળીના સભ્યો ‘અકિલા'ના આંગણે

રાજકોટઃ જનસંઘી દિંવગત સહકારી નેતા અરવિદભાઈ મણીયાર ની સ્મળતીમાં રશ્વિનભાઈ ડોડીઆ સહીતના આગેવાનો દ્વારા તા.૩૦/૦૯/૧૯૮૪ માં ૨૩૬ સભાસદો અને રૂા.૨,૩૯,૦૦ શેર ભંડોળ થી શરૂ થયેલ આ મંડળીને વર્ષ ૨૦૨૪/૨૫ ના ગુજરાત ભરની ૬૩૫૦ થી વધારે શરાફી સહકારી મંડળીઓના વાર્ષિક વહીવટ અને નફાકારત્વક અને વહિવટી બાબતો ધ્યાને રાખી સહકાર ભારતી ગુજરાત દ્વારા શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી ને પ્રથમ ક્રમાક ધરાવતી મંડળી મંડળી જાહેર કરવામાં આવેલ છે.
મંડળીએ વર્ષ ૨૦૨૪/૨૫ માં ચોખ્ખો નફો રૂા.૫.૬૪ કરોડ સામે કુલ ધિરાણ રૂા.૧૩૭ કરોડ, ડીપોજીટ ૧૦૨ કરોડ, શેરભંડોળ ૩.૧૯ કરોડ, અનામત ભંડોળ રૂા. ૧૨.૩૯ કરોડ, રોકાણ રૂા.૩.૭૦ કરોડ, મિલ્કત રૂા.૧.૩૩ કરોડ, કાર્યશીલ મુડી ૨.૪૪ અબજ, કુલ બીજનેશ ૨.૩૭, ટર્નઓવર રૂા.૬.૧૩ અબજ સામે એન.પી.એ ૦% અને સભાસદ સંખ્યા ૨૩૧૯૦ ધરાવતી આ મંડળી ની બગસરા, ઘારી, ચલાલા, લીલીયા મોટા માં સેઇફ ડીપોજીટ વોલ્ટ સુવીધા સાથે માલીકીની ઓફીસ બીલ્ડીંગ ધરાવે છે. અને મંડળી પ્રથમથીજ ઓડીટ વર્ગ અ સાથે પારદર્શક વહીવટ અને મંડળીની હાલ શાખાઓમાં કુશળ વહીવટી તંત્ર સાથે સમગ્ર સ્ટાફ સભાસદોની જરૂરીયાત મુજબની કામગીરીથી ગુજરાત ભરની સમગ્ર ૬૩૦૦ થી વધારે સહકારી મંડળીઓ માંથી પ્રથમ ક્રમાકે પહોચેલ છે.
મંડળી દ્વારા સભાસદ લક્ષી તેમજ આપદા વિપદા સમયે સેવાકીય વિવિધ પ્રકારે પ્રવળતિ બજાવી રહી છે.મંડળી દ્વારા બાજપાઈ સહાય નિધી યોજના હેઠળ મળતક સભાસદ ના વારસ ને રૂા ૨૫૦૦૦ તેમજ મંડળી સભાસદના દિકરા અને દિકરી ઉચ્ચ અભ્યાસ માટે માત્ર ૪% સાદા વ્યાજ દરે લોન સુવિધા અને સભાસદોને ૧૫% ડિવિડન્ડ ઉપરાંત દર ત્રણ વર્ષે આકર્ષક ભેટ વસ્તુ સહિતના લાભો સભાસદો મળી રહયા છે
મંડળીના સ્થાપના ચેરમેનશ્રી રશ્વિનભાઈ ડોડીઆની વહીવટી કામગીરી અને મંડળી નુ સમગ્ર ડીરેકટર બોર્ડ તથા તજજ્ઞ ડિરેકટર, તમામ શાખાઓના એડવાઈઝરી બોર્ડ, સહિતના માર્ગદર્શન અને સલાહ સુચનો થકી મંડળીની પ્રગતિ માં પોતાનુ યોગદાન આપેલ હોવાનું જણાવાયું છે. બગસરા શરાફી મંડળીની સ્થાપનનું આ ૪૧મું વર્ષ છે. અમરેલી જિલ્લામાં પ, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં ૧-૧ શાખાઓ છે. સ્થાપનાથી આજદિન સુધી ચૂંટણી થઈ નથી. કોરોના સમયે પણ સેવાકીય કામગીરી કરી હોવાનું જણાવાયું છે

અરવિંદભાઈ મણીયારની સ્મૃતિમાં મંડળીની સ્થાપના
રાજકોટઃ બગસરા શરાફી મંડળીના જનરલ એમ.ડી.નિતેશભાઈ ડોડીયાએ જણાવેલ કે સહકારી આગેવાન સ્વ.અરવિંદભાઈ મણીયારની શોકસભા હતી. આ સમયે અમે બધા લોકોએ એવું નક્કી કર્યુ કે તેઓની સ્મૃતિમાં એક શરાફી મંડળી શરૂ કરીએ. બસ તેઓની વિચારધારા સાથે આ મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળીને ૪૧ વર્ષ થયા હોવાનું જણાવેલ.
(3:35 PM IST)










