<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

મોરબી રોડ ગણેશનગરમાં જાહેરમાં તીનપતી રમતા નામચીન ઇબ્રાહીમ સહિત છ પકડાયા

ડીસીપી ઝોન-૧ ની એલસીબીના કોન્‍સ દિવ્‍યરાજસિંહ જાડેજાની બાતમીઃ રૂા. ૩ર હજારની રોકડ કબ્‍જે

 

 

રાજકોટ, તા. ર૩: મોરબી રોડ લાતી પ્‍લોટની પાછળ ગણેશનગરમાં ડીસીપી ઝોન-૧ ની એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગણેશનગરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા નામચીન શખ્‍સ સહિત છ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ લાતી પ્‍લોટની પાછળ ગણેશનગરમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની ડી.સી.પી. ઝોન-૧ ની એલ.સી.બી.ના કોન્‍સ દિવ્‍યરાજસિંહ જાડેજા ને બાતમી મળતા સ્‍ટાફ સાથે ગણેશનગરમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ગણેશનગર શેરી નં. ૧૦ માં રહેતો નામચીન ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ ભાઇ કાથરોટીયા (ઉ.૩૩) ભીલવાસ શેરી નં.૨નો બુટલેગર નજીર ઉર્ફે મુન્‍નો અલ્લારખા ભાઇ ઠારસીયા (ઉ.૫૩), ભગવતીપરા શેરીનં. ૩નો ઉમેશ જગદીશભાઇ ડાભી (ઉ.૨૨) ગણેશનગર શેરીનં. ૪ નો પરેશ રમેશભાઇ વાઘેલા (ઉ.૧૯) ભગવતીપરા શેરી નં.૨નો ઇમરાન હુસેનભાઇ ચોટીયારા (ઉ.૨૨) અને ભગવતીપરા મીયાણાવાસમાં રહેતો હુસેન ઉર્ફે લાખો જુમાભાઇ ઠેબા (ઉ.૨૨)ને પકડીલઇ રૂા.૩૨,૩૦૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી આકામગીરી એ.એસ.આઇ બીસી, વાઘેલા કોન્‍સ સત્‍યજીતસિંહ જાડેજા કોન્‍સ દિવ્‍યરાજસિંહ જાડેજા અને રવીરાજભાઇ પટગીર દ્વારા કરવામાં આવી હતી.(૬.ર૧)

(3:36 PM IST)