News of Wednesday, 23rd April 2025
આજે વિશ્વ પુસ્તક દિવસઃ પુસ્તકને મિત્ર બનાવો જીવનમાં કયારેય ખાલીપો નહી લાગે

રાજકોટઃ ૨૩ એપ્રિલ ને દર વર્ષે વિશ્વભરમાં વિશ્વ પુસ્તક અને કૉપીરાઈટ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કોએ ૧૯૯૫માં આ દિવસને સ્વીકાર્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશય વાંચન, પ્રકાશન અને બૌદ્ધિક સંપત્તિ અધિકારના મહત્ત્વ વિશે જાગળતિ ફેલાવવાનો છે.આ તારીખ ખાસ કરીને શેક્સપિયર અને મિગેલ દ સેર્વાન્ટીસ જેવા મહાન સાહિત્યકારોની યાદમાં પસંદ કરવામાં આવી છે, જેમનું નિધન પણ આ જ દિવસે થયું હતું. વિશ્વ પુસ્તક દિવસના ઉદ્દેશ્યોઃવાંયન માટે પ્રેરણા પૂરી પાડવી,પુસ્તકો પ્રત્યેનો પ્રેમ વિકસાવવો,પુસ્તકો અને લેખકોનું સન્માન જાળવવું, દરેક વયના લોકોમાં સાહિત્ય અને જ્ઞાન પ્રત્યે રુચિ જગાવવી, વગેરે ઉદ્દેશ્યો છે વિશ્વભરના દેશો આ દિવસે વિવિધ કાર્યક્રમો યોજે છે જેમ કે પુસ્તક મેળા, પુસ્તક વાચન સ્પર્ધાઓ, લેખકો સાથે મુલાકાત, અને પુસ્તક દાન અભિયાન. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને પુસ્તક પઠન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ટેકનોલોજીથી ભરેલ વિશ્વમાં પુસ્તકો આજે પણ એટલાં જ અગત્યના છે. ઈ-બુકસ, ઑડિયો બૂક્સ દ્વારા વાંચન વધુ સુગમ બન્યું છે, પણ પુસ્તકના પાનાંની સુગંધ અને તેને હાથમાં લઈને વાંચવાની મજા અલગ જ છે.
વિશ્વ પુસ્તક દિવસ માત્ર એક ઉજવણી નહીં, પણ એ એક અવસર છે-જ્યાં આપણે પુસ્તકો સાથેનો પોતાનો સંબંધ ફરીથી મજબૂત બનાવી શકીએ છીએ. ચાલો, આજે આપણે એક નવી પુસ્તકયાત્રાની શરૂઆત કરીએ! અને આજના દિવસે પુસ્તકને મિત્ર બનાવવાનો સંકલ્પ લઈએ, જો પુસ્તકને મિત્ર બનાવશો તો જીવનમાં કયારેય ખાલીપો નહીં અનુભવવો પડે.
સંકલનઃ રાજુ જુંજા
રાજકોટ
(3:36 PM IST)










