<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

વાવડીમાં ઔદ્યોગિક હેતુ માટે ફાળવેલ જમીનના બાંધકામ પ્‍લાન તુર્ત જ મંજૂર કરોઃ એડી.કલેકટરને પત્ર

અરજદારનો બે વખત કલેકટરના લોક દરબારમાં પ્રશ્ન આવ્‍યો...પ્રવરનગર નિયોજક-ટીપીઓ-કોર્પોરેશનના અધિકારીઓને કલેકટરની સૂચના છતા પ્‍લાન મંજૂર નથી કર્યો...

રાજકોટ તા.૨૩: રાજકોટના એડી. કલેકટર શ્રી આલોક ગોતમે રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી વાવડી, તાલુકો રાજકોટના સરકારી ખરાબાના સર્વે નં.૧૪૯, ટી.પી. સ્‍કીમ નં.૧૪(વાવડી), એફ.પી.નં.૩૩/૧, ચો.મી.૮૧૭૨ ઔદ્યોગના હેતુ માટે ફાળવેલ જમીનના બાંધકામ પ્‍લાન મંજુર કરવા અંગે વિગતો જણાવી હતી.

પત્રમાં ઉમેર્યું હતું કે, મુખ્‍યમંત્રીશ્રી, ગુજરાત રાજ્‍ય દ્વારા જિલ્લાના લોકોના પ્રશ્નોના નિકાલ અંગે ગાંધીનગર ઉચ્‍ચ કક્ષા સુધી જવુ ન પડે તે માટે જિલ્લા કક્ષાએ લોકોના પ્રશ્નોના નિકાલ ત્‍વરીત થાય તે હેતુથી ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવા સુચના થયેલ છે.

અરજદારશ્રી બિપીનભાઈ ગઢિયા, પ્રમુખશ્રી ઉદ્યોગ વિકાસ મંડળએ મવડી, તાલુકો રાજકોટના સરકારી ખરાબાના સર્વે નં.૧૪૯, ટી.પી. સ્‍કીમ નં.૧૪(વાવડી), એફ.પી.નં.૩૩/૧, ચો.મી.૮૧૭૨ ઉદ્યોગના હેતુ માટે ફાળવેલ જમીનના બાંધકામ પ્‍લાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાસ ન થવાથી બાંધકામ થઈ શકતુ નથી તેવી રજુઆત કરતાં આ પ્રશ્નનો સમાવેશ જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ ફેબ્રુઆરી-૨૦૨૫માં કરવામાં આવેલ, અરજદાર, પ્રવર નગર નિયોજક રાજકોટ, ટાઉન પ્‍લાનિંગ અધિકારી, આરએમસી હાજર રહેલ અને અધ્‍યક્ષ સ્‍થાનેથી પ્રવર નગર નિયોજકે દિન-૧૫ માં ટીમ બનાવી પ્રશ્નનું નિરાકરણ કરવા સુચના આપેલ હતી. બાદમાં તા. ૨૭/૦૩/૨૦૨૫ના રોજ જિલ્લા સ્‍વાગત કાર્યક્રમમાં સમાવિષ્ટ કરેલ અને પડતર રહેલ પ્રશ્નની સમીક્ષા કરવામાં આવેલ હતી, અરજદાર પ્રવર નગર નિયોજક રાજકોટ, ટાઉન પ્‍લાનિંગ અધિકારી, રાજકોટ મહાનગરપાલીકા હાજર રહેલ હતા. ચર્ચા થયેલ છે. સબબ રાજ્‍ય સરકારે ફાળવેલ સરકારી જમીનમા બાંધકામ પ્‍લાન મંજુર કરવાની અરજદારની જિલ્લા સ્‍વાગત કાર્યક્રમમા થયેલ રજુઆત પરત્‍વે ધોરણસર કાર્યવાહી થવા વિનંતી છે.(૨.૧૯)

(3:41 PM IST)