<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ભૂતખાના ચોકમાં સીટી બસની ઠોકરે ટુવ્‍હીલર ચડી ગયું: ચાલકનો બચાવઃ લોકોના ટોળા-પોલીસ પહોંચી. : જુઓ વિડિઓ

રાજકોટઃ વધુ એક વખત સીટી બસને કારણે અકસ્‍માત સર્જાયો હતો. શહેરના ભૂતખાના ચોકમાં સીટી બસની ઠોકરે  એક્‍ટીવા ચડી જતાં ચાલક પરેશભાઇ આડેસરા (ઉ.વ.૫૦) વાહન સહિત ફંગોળાઇ ગયા હતાં. જો કે સદ્દનસિબે તેમને ઇજા થઇ નહોતી. તેમના વાહનમાં થોડી નુકસાની થઇ હતી. તેઓ કેનાલ રોડ પરથી લોધાવાડ ચોક તરફ જઇ રહ્યા હતાં ત્‍યારે બનાવ બન્‍યો હતો. સીટી બસની ઠોકરે ચાર લોકોના મોતથી ઘટના તાજી જ છે ત્‍યારે સીટી બસે અકસ્‍માત સર્જયાની વાતે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. બનાવને પગલે પોલીસ પણ તાબડતોબ પહોંચી ગઇ હતી. જો કે પોલીસે બસ ચાલકની પુછતાછ કરી હતી. ટુવ્‍હીલર ચાલકને ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. પરંતુ તેણે પોતાને ફરિયાદ કરવી નહિ હોવાનું જણાવ્‍યું હતું. તસ્‍વીરમાં અકસ્‍માત સ્‍થળે વાહનો, પોલીસ, લોકોનું ટોળુ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

(3:28 PM IST)