તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Thursday, 24th April 2025
મૃતક બાળકીના પરિવારજનોનો હોસ્પિટલ ખાતે હલ્લાબોલઃ ડોક્ટરનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની માંગણીઃ પોલીસ દોડી ગઇ.:જુઓ વિડીયો

રાજકોટઃ ૧૧ મહિનાની બાળકી મિતાંશીબા જાડેજાનું રાજનગર ચોકની મા શારદા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા બાદ તેણીને સોૈરાષ્ટ્ર હોસ્પિટલમાં રીફર કરાયા પછી મૃત જાહેર કરવામાં આવતાં બાળકીના પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો હતો. ડોક્ટર ગાધેની બેદરકારીને કારણે દિકરીનું મોત થયાના રોષ સાથે બાળકીના પિતા જનકસિંહ જાડેજા સહિતના કુટુંબીજનો, સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં અને ડોક્ટર સામે રોષ વ્યક્ત કરી તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવા અને ત્યાં ઓપરેશનની પરવાનગી રદ્દ કરવા કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી. બનાવને પગલે માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ અને ટીમે પહોંચી જઇ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. તસ્વીરમાં હોસ્પિટલ અને અંદર જઇ ઉગ્ર રજૂઆત કરતાં મૃતક બાળાના પરિવારજનો તથા પોલીસ સ્ટાફ જોઇ શકાય છે. (ફોટોઃ અભિજીત બગથરીયા) (૧૪.૧૧)
(3:36 PM IST)










