News of Thursday, 24th April 2025
સનાતન અન્નક્ષેત્ર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા મે માસમાં સર્વજ્ઞાતિય સમુહલગ્ન : નામ નોંધણી ચાલુ

રાજકોટ તા. ૨૩ : સનાતન અન્નક્ષેત્ર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આગામી તા. ૨૪-૫-૨૦૨૫ ના શનિવારે આઠમા સમુહલગ્નનું આયોજન કરાયુ છે.
'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે આ સંસ્થા દ્વારા અંધ અપંગ તથા બીમાર ગાયોની સેવા ઉપરાંત નિરાધાર મહિલાઓને અનાજ વિતરણ તથા વૃધ્ધોને બેરોમીટરી, સ્ટીલની સ્ટીક અને દવાની સહાય પુરી પાડવા જેવી પ્રવૃત્તિ કરે છે. સમયાંતરે મેડીકલ નિદાન કેમ્પ પણ ગોઠવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત ૮માં સમુહલગ્નનું આયોજન કરાયુ છે. સંસ્થાના આંગણે 'રાધીકા' પુજા પાર્ક-૩, હુડકો પોલીસ ચોકી પાછળ, કોઠારીયા રોડ ખાતે યોજાનાર આ સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં પ દિકરીઓ પ્રભુતમાં પગલા પાડશે. તમામ દીકરીઓને દાતાઓના સહયોગથી ૭૫થી વધુ જીવન જરૂ રીયાતની વસ્તુઓ અપાશે.
સમુહલગ્નમાં જોડાવા ઇચ્છુકોએ વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવા જરૂ રી આધારો સાથે સનાતન ટ્રસ્ટના કાર્યાલય, કોઠારીયા રોડ, ભીલ વાડીની બાજુમાં, રામાણી કોમ્પલેક્ષ, રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ જીણાભાઇ બોરીચા (મો.૮૨૩૮૨ ૨૨૨૦૦), ઉપપ્રમુખ મયુરભાઇ બોરીચા, મંત્રી વૃંદાબેન પટેલ, ભાવેશભાઇ વિકાણી, ભગુભાઇ મિયાત્રા, ઘનશ્યામભાઇ ડવ, નારણભાઇ સીયારા, ચુનીભાઇ રાઘવાણી, પરેશભાઇ સાપરીયા, અશ્વિનભાઇ ગોહીલ, સંજયભાઇ આહીર (સ્વાતી પાર્ક), અશોકભાઇ ચોટલયા, દિનેશભાઇ ચોટલીયા, ડો. કેતન કાચા, કાજલબેન ગોંડલીયા, ભારતીબેન ગજેરા, નિર્મલાબેન ડાંગર, પરીબેન પટેલ, હેમાલીબેન પટેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જીણાભાઇ બોરીચા, વૃંદાબેન પટેલ, ભગુભાઇ મિયાત્રા, કાજલબેન ગોંડલીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (૧૬.૨)
(2:45 PM IST)










