News of Thursday, 24th April 2025
જારીયા ગામના ગાંગજીભાઇ ચાવડા બાઇક સહિત પૂલ પરથી પટકાયા
વાડીએથી ઘરે જતી વખતે બનાવઃ ગંભીર ઇજા

રાજકોટ તા. ૨૪ઃ કુવાડવાના જારીયા ગામે રહેતાં ગાંગજીભાઇ કાળુભાઇ ચાવડા (ઉ.વ.૬૦) સાંજે સાડા સાતેક વાગ્યે જારીયા ગામના પૂલ પરથી બાઇક સહિત પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. ગાંગજીભાઇ બે ભાઇ અને ઍક બહેનમાં મોટા છે. સંતાનમાં ત્રણ પુત્ર છે. વાડીઍથી ઘરે જતાં હતાં ત્યારે કંઇક આડે આવી જતાં કાબુ ગુમાવતાં બાઇક સહિત પડી ગયાનું સગાઍ કહ્નાં હતું. બનાવ વખતે ગામલોકો પસાર થતાં હોઇ તેણે પરિવારજનોને જાણ કરી હતી. (૧૪.૮)
(4:10 PM IST)










