તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 24th April 2025
શહેર-જીલ્લામાં ૧૭૯૫ તબીબી સંસ્થાની નોંધણીઃ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે

રાજકોટ, તા.૨૪: ધી ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ અંતર્ગત તબીબી સંસ્થાઓની નોંધણી કરાવવી આવશ્યક છે ત્યારે અત્યાર સુધીમાં શહેર-જીલ્લામાં ૧૭૯૫ કલીનીક અને ખાનગી, સરકારી તથા સંસ્થાની હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા ધી બોમ્બે નર્સિગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ, ૧૯૪૯ અંતર્ગત રાજકોટ શહેરી વિસ્તારની તબીબી સંસ્થાઓ જેવી કે કલીનીક, હોસ્પિટલ, ડીસ્પેન્સરી, લેબોરેટરી વગેરેની નોંધણી કરવામાં આવતી હતી.
જે કામગીરી ધી ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ - ૨૦૨૧ તેમજ ધી ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ રૂલ્સ - ૨૦૨૨ અમલમાં આવતા બંધ કરવામાં આવેલ છે.
ધી ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ - ૨૦૨૧ અંતર્ગત જાહેર તથા ખાનગી તથા ટ્રસ્ટ સંચાલિત તબીબી સંસ્થાઓ જેવી કે, કલીનીક, પ્રસુતિગળહ, ર્નસિંગ હોમ, ડીસ્પેન્સરી, લેબોરેટરી, એક્ષ-રે અને ઈમેજીંગ સેન્ટરોએ નોંધણી કરાવવી આવશ્યક છે. આ અધિનિયમ અંતર્ગત માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિઓ જેવી કે એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, સિદ્ધ અને યુનાની સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ નોંધણી કરાવવી ફરજીયાત છે જે માટે રાજકોટ શહેરીની તમામ તબીબી સંસ્થાઓને ધી ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ - ૨૦૨૧ હેઠળ https:// clinicalestablishment.gipl.in વેબસાઈટ પર લોગીન કરીને સત્વરે રજીસ્ટ્રેશન કરાવવા માટે જણાવવામાં આવે છે.
વધુમાં જણાવવાનું કે જો આપની સંસ્થા બાયોમેડીકલ વેસ્ટ જનરેટના કરતું હોય તો તે અંગેની બાહેધરી રજુ કરવા અને જો આપની સંસ્થાની હાઈટ ૯ મીટર કરતા ઓછી અને ૫૦૦ સ્ક્વેર મીટર કરતા ઓછી હોય તો તેની બાહેધરી રજુ કરવા જણાવવામાં આવે છે. વધુમાં આ અંગે આપને કોઈ પ્રશ્ન હોય તો [email protected] પર ઈ-મેલ કરવા તેમજ આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત, રાજકોટનો સંપર્ક કરવા માટે આથી જણાવવામાં આવે છે. (રર.૧૩)
(3:23 PM IST)










