News of Thursday, 24th April 2025
સોમવારથી વૈશાખનો પ્રારંભઃ આખા મહિનામાં લગ્નના ૧૮ શુભ મૂહુર્તો
૩૦ એપ્રિલ બુધવારે અખાત્રીજનો સૌથી વધુ શુભ દિન અખાત્રીજ

રાજકોટ તા. ર૪: વૈશાખ મહિનામાં લગ્નોત્સવની મોસમ પુરબહારમાં ખીલશે. તા. ર૮ એપ્રિલ સોમવારથી વૈશાખ મહિનાનો પ્રારંભ થઇ રહ્યો છે. વર્ષના ૪ સિધ્ધ મૂહુર્તો પૈકી એક એટલે અખાત્રીજ. આ દિવસ આ વર્ષે તા. ૩૦ એપ્રિલ બુધવારે આવે છે.
વૈશાખ મહિનામાં દર વર્ષ કરતા આ વખતે લગ્નના વધુ મૂહુર્તો છે. એક જ મહિનામાં લગ્નના ૧૮ મૂહુર્તો છે. લગ્નોત્સવ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને વૈશાખ મહિનો ફળે તેવા સંજોગો છે.
શાસ્ત્રોકત દૃષ્ટિએ વૈશાખ માસના લગ્નના મંગલ મૂહુર્તો નીચે મુજબ છે.
તિથિ વાર તારીખ
સુદ ૦ર મંગળ ર૯-૦૪-રપ
સુદ ૦૩ બુધ ૩૦-૦૪-રપ
સુદ ૦૪ ગુરૂ ૦૧-૦પ-રપ
સુદ ૦૮ સોમ ૦પ-૦પ-રપ
સુદ ૦૯ મંગળ ૦૬-૦પ-રપ
સુદ ૧૦ બુધ ૦૭-૦પ-રપ
સુદ ૧૧ ગુરૂ ૦૮-૦પ-રપ
સુદ ૧ર શુક્ર ૦૯-૦પ-રપ
સુદ ૧૩ શનિ ૧૦-૦પ-રપ
વદ ૦૧ મંગળ ૧૩-૦પ-રપ
વદ ૦ર બુધ ૧૪-૦પ-રપ
વદ ૦૩ ગુરૂ ૧પ-૦પ-રપ
વદ ૦૪ શુક્ર ૧૬-૦પ-રપ
વદ ૦પ શનિ ૧૭-૦પ-રપ
વદ ૦૮ મંગળ ર૦-૦પ-રપ
વદ ૧૦ ગુરૂ રર-૦પ-રપ
વદ ૧૧ શુક્ર ર૩-૦પ-રપ
વદ ૧ર શનિ ર૪-૦પ-રપ
(3:34 PM IST)










