<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

વિદેશી દારૂના ત્રણ દરોડાઃ બે મકાન અને પ્‍લોટમાંથી ૩૦ હજારના દારૂ સાથે ત્રણ પકડાયા

તાલુકા પોલીસે મનિષ મહિડા, પરેશ, વાઘેલા અનુ નીતીન ઉર્ફે ગઠ્ઠાની ધરપકડઃ સુનીલ વઘેરાની શોધખોળ

રાજકોટ તા.૨૪: શહેરના કાલાવડ રોડ પર આંબેડકરનગર, ભીમનગરમાં તાલુકા પોલીસે બાતમીના આધારે બે મકાન અને ખુલ્લા પ્‍લોટમાંથી રૂા. ૩૦ હજાર ના વિદેશી દારૂના જથ્‍થા સાથે ત્રણ શખ્‍સોને  પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં એક મકાનમાં વિદેશી દારૂનો હોવાની તાલુક પોલીસના કોન્‍સ ભીખુભાઇ મૈયડને બાતમી મળતા હેડકોન્‍સ એ.બી.ભુંડીયા તથા કોન્‍સ ભીખુભાઇ મૈયડ સહિતના સ્‍ટાફે આંબેડકરનગર શેરી નં.૧ માં દરોડો પાડી મકાન માંથી રૂા.૧૨૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૨૪ બોટલ મળી આવતા મકાનમાલિક મનીષ છગનભાઇ મહીડા (ઉ.વ.૨૨) (રહે. આંબેડકરનગર શેરી નં. ૧) ને પકડી લઇ તેની પૂછપરછ હાથધરી છે.

જયારે બીજા દરોડામાં નાનામવા ભીમનગરમાં એક શખ્‍સ પ્‍લાસ્‍ટીકની થેલીમાં વિદેશી દારૂ સાથે ઉભો હોવાની તાલુકા પોલીસના કોન્‍સ મયુરસિંહ જાડેજાને બાતમી મળતા પી.એસ.આઇ.એમ.એચ.મહારાજ, કોન્‍સ નિકુંજભાઇ મારવીયા અને મયુરસિંહ જાડેજા સહિતે ભીમનગર શેરી નં.૩માં આવેલા ખુલ્લા પ્‍લોટમાંથી રૂા.૧૩૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૨૬ બોટલ સાથે પરેશ મગનભાઇ મારવીયા (ઉ.૪૩) (રહે.ભીમનગર ચોક પાસે) ને પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા ભીમનગર શેરી નં.૩માં રહેતો સુનીલ વઘેરાપાસેથી દારૂનો જથ્‍થો લઇ આવ્‍યો હોવાનું જાણવા મળતા પીએસઆઇ એમ.એચ. મહારાજે તપાસ હાથધરી છે.

જયારે ત્રીજા દરોડામાં આંબેડકરનગર માં એક મકાનમાં વિદેશી દારૂનો જથ્‍થો પડયો હોવાની તાલુકા પોલીસના કોન્‍સ અક્ષયભાઇ નાથાણી બાતમી મળતા હેડ કોન્‍સ અજયભાઇ ભુંડીયા, કોન્‍સ મયુરસિંહ જાડેજા અને અક્ષયભાઇ નાથાણી સહિતે આંબેડકરનગર શેરી નં. ૧ માં દરોડો પાડી મકાનમાંથી રૂા. ૫૭૯૧ ની કિંમતની વિદેશી દારૂની પાંચ બોટલ સાથે મકાન માલીક નીતીન ઉર્ફે ગઠ્ઠો દેવા ભાઇ પરમારને પકડી લઇ તપાસ હાથધરી છે. (૩.૧૨)

(4:22 PM IST)