તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 24th April 2025
BSNL દ્વારા એપ્રિલ માસની ગ્રાહક સેવા તરીકે ઉજવણીઃ કાલે જયુબેલી એક્ષચેંજ ખાતે કાર્યક્રમ
ગ્રાહકો સવારે ૧૧ થી ૧માં ફરિયાદો -સૂચનો આપી શકશેઃ જનરલ મેનેજર સંદીપ સાવરકરની અપીલ

રાજકોટ તા.૨૪: ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની ટેલિકોમ્યુનિકેશન પ્રદાતા કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એપ્રિલ મહિના દરમિયાન ગ્રાહક અનુભવને સન્માનિત કરવા અને વધારવા માટે ગ્રાહક સેવા મહિનો તરીકે ઉજવી રહ્યું છે. “Connecting with Care” ની હૃદયસ્પર્શી થીમ સાથે, BSNL દેશભરના લાખો લોકોને વિશ્વસનીય, પ્રતિભાવશીલ અને પ્રભાવી સેવા પહોંચાડવાની તેની પ્રતિબદ્ધતાનું સમર્થન કરે છે.
આ અંતર્ગત, સંપૂર્ણ એપ્રિલ મહિના દરમ્યાન ગ્રાહકો સાથે સીધો સંપર્ક વધારવા,તેમના પ્રતિભાવ સાંભળવા અને સેવાઓમાં શ્રેષ્ઠતા લાવવા પર કેન્દ્રિત છે.આ પ્રસંગે, ૨ BSNL અધિકારીઓએ શપથ લીધા હતા અને વિવિધ ઓપરેશનલ અને બિઝનેસ ક્ષેત્રોમાં શરૂઆતની બેઠકનું સંચાલન કર્યું હતું.
‘‘ગ્રાહક સેવા મહિનો એ લોકોનો આભાર માનવાની અમારી રીત છે જેઓ કાયમ અમારા પર વિશ્વાસ કરે છે'', એમ ગુજરાત ગ્લ્ફન્ના ચીફ જનરલ મેનેજર શ્રી સંદીપ સાવરકરે જણાવ્યું હતું. “” Connecting with Care’ એ ફક્ત એક થીમ નથી-તે અમારી કામ કરવાની રીત છે. પછી ભલે તે પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવાનું હોય, અમારા નેટવર્કનું વિસ્તરણ કરવાનું હોય, અથવા વ્યકિતગત સપોર્ટ ઓફર કરવાનું હોય, અમે જે કંઇ કરીએ છીએ તેના કેન્દ્રમાં અમારા ગ્રાહકો હોય છે.
BSNL ગ્રાહક સેવા મુખ્ય વિશેષતાઓઃ
મોબાઇલ નેટવર્ક ગુણવત્તામાં સુધારો.FTTH અને બ્રોડબેન્ડ વિશ્વસનીયતા/સ્થિરતા માં વધારો. લીઝડ સર્કિટ/MPLS વિશ્વસનીયતા/સ્થિરતા માં વધારો.બલિગ પારદર્શિતા સુનિヘિ ગ્રાહક ફરિયાદ નિવારણ ઝડપી બનાવવું.BSNL પોતાના બધા જ ગ્રાહકોને આ ખાસ મહિનાનો ભાગ બનવા અને નિષ્ઠા અને કાળજી સાથે આપવામાં આવતી સેવાના તફાવતનો અનુભવ કરવા આમંત્રણસ્ત્રવે છે. આખી રાતું ઘી.
આ પ્રસંગે, BSNL એ તેના ગ્રાહકોને https://cfp.bsnl.co.in પર તેમના સૂચનો શેર કરવા અને ફરિયાદ નોંધાવવા માટે આમંત્રણ આપ્યું છે. આવતી કાલે જયુબેલી ટેલીકોમ એક્ષચેંજ ખાતે ગ્રાહકો માટે ખાસ કાર્યક્રમ પણ સસવારે ૧૧ થી ૧ યોજયો છે. જેમાં ગ્રાહકો ફરિયાદ નોંધાવી શકશે. સૂચનો આપી શકશે.
(4:00 PM IST)










