<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ વધુ એક ચક્ષુદાનમાં નિમીત બન્‍યા

ધીરૂભાઇ સિતાપરાના ચક્ષુનું પરિવારજનોએ દાન કર્યુ

રાજકોટ તા. ૨૪: શહેરના કૃષ્‍ણનગર-૮માં રહેતાં ધીરૂભાઇ કુરજીભાઇ સિતાપરા (ઉ.વ.૬૭)નું હાર્ટએટેકને લીધે મૃત્‍યુ થતાં સિવિલ હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂએ મૃતકના ચક્ષુનું દાન કરવા સ્‍વજનોને સમજાવતાં પરિવારજનોએ ધીરૂભાઇના ચક્ષુનું દાન કરી પ્રેરણાદાયી કાર્ય કર્યુ હતું. હોસ્‍પિટલ ચોકીમાં પોલીસ તરીકેની ફરજ બજાવવાની સાથે સાથે રામશીભાઇ વરૂ માનવતાનું કાર્ય પણ કરી રહ્યા છે. અગાઉ પણ તેમની સમજાવટથી મૃતકોના ચક્ષુઓનું તેમના સ્‍વજનોએ દાન કર્યુ હતું.

(4:10 PM IST)