<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

રાજકોટમાં PI અને હેડ કોન્સ્ટેબલ સામે વોરંટ ઈશ્યુ

૩૦ દિવસમાં હાજર થવા ફરમાનઃPI યુવરાજસિંહ ગોહિલ સામે ૪૧ લાખથી વધુની લાંચ લેવાના ગુનામાં વોરંટ ઈશ્યુ કરાયું છે

રાજકોટ: રાજકોટમાં ટંકારામાં ફરજ બજાવતા PI યુવરાજસિંહ ગોહિલ સામે ૪૧ લાખથી વધુની લાંચ લેવાના ગુનામાં વોરંટ ઈશ્યુ કરાયું છે. ગુજરાત હાઈકોર્ટે ફરિયાદ કરવાનો ઈક્નાર કર્યો છે.રાજકોટ જીલ્લાનાં મોરબી તાલુકાનાં ટંકારામાં PI તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને હાજર થવા ફરમાન પાઠવ્યું છે. બંનેની હજુ ધરપકડ થઈ નથી, માહિતી મુજબ PI યુવરાજસિંહ ગોહિલ સામે ૪૧ લાખથી વધુની લાંચ લેવા સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ રદ કરવા PIને હાઈકોર્ટ જવું પડ્યું હતું. પરંતુ હાઈકોર્ટે ફરિયાદને રદ કરી છે, અરજદારની અરજીનો વિરોધ કર્યો છે. અરજદારના એડવોકેટે એવી રજુઆતો કરી હતી કે તેમના અરજદારે સત્તા હેઠળ ઠેકાણાએ દરોડા પાડ્યા હતા અને મોટું જુગારધામ પકડી પાડ્યું હતું.

PI યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને વોરંટ જાહેર થયાને ૩૦ દિવસની અંદર લીંબડી ડ્ઢજીઁ સમક્ષ હાજર થવા ફરમાન કરાયું છે. મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનમાં BNS ૧૯૯, ૨૩૩, ૨૨૮, ૨૦૧, ૩૩૬, ૩૩૮, ૩૪૦ ૩૦૮(૨), ૩ (૫), ૬૧, ૫૪ તેમજ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા અંતર્ગત  કલમ ૭, ૧૨, ૧૩(૧), ૧૩ (૨) મુજબ ફરિયાદ નોંધાઈ છે. મોરબી સેશન્સ કોર્ટ માંથી વોરંટ મેળવી નાસતા ફરતા ફરતા બંને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

 

(10:21 PM IST)