<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

વોર્ડ નં.૦૬માં રાજીવ આવાસ યોજના-ગોકુલનગર પ્રોજેક્‍ટમાં રીનોવેશન કરવાનુ કામ મંજુરઃ ૩૯.૮૦ લાખ ફાળવાયા

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૬માં રૂ.૩૯.૮૦ લાખના ખર્ચે રાજીવ આવાસ યોજના-ગોકુલનગર પ્રોજેક્‍ટમાં બિલ્‍ડીંગ E અને F માં રીનોવેશન કરવાનુ કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર ભાવેશભાઇ દેથરીયા, પરેશભાઇ આર.પીપળીયા તથા મંજુબેન કુંગશીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:04 PM IST)