News of Friday, 25th April 2025
એપ્રીલ-ર૦ર૪ થી ર૦રપઃ એક વર્ષમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ર૭૧ કરોડની વીજ ચોરી ઝડપાઇઃ ૬૩ હજાર ગ્રાહકો ઝપટે
કૂલ પોણા પાંચ લાખ કનેકશનો ચેક કરાયાઃ ૪ ગ્રાહકોને ૧ થી રાા કરોડના બીલો ઠપકારાયા :સૌથી વધુ જામનગર સર્કલમાં ૪૧ કરોડ તો સૌથી ઓછી બોટાદ સર્કલમાં ૯ાા કરોડની વીજચોરી ઝડપાઇ

રાજકોટ તા. રપઃ રાજયના અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી રાજકુમાર પાંડિયન તેમજ પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટર શ્રીમતી પ્રીતિ શર્મા મેડમના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલ દ્વારા છેલ્લા એક નાણાંકીય વર્ષમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન આશરે રૂ. ર૭૧.૦૧ કરોડની પાવર ચોરી પકડી પાડી હોવાનું જાહેર કરાયું છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળની પヘમિ ગુજરાત વીજ કંપની લી. કંપની હેઠળ તેના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડી શકાય તે હેતુથી છેલ્લા બાર માસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર હેઠળ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનરો રાહબરી અને સીધી દેખરેખ હેઠળ એપ્રિલ-ર૦ર૪ થી માર્ચ-ર૦રપ દરમ્યાન કુલ ૪,૭૪,૩૪૭ વીજ જોડાણો ચેક કરવામાં આવેલ જેમાંથી કુલ ૬૩,૧૯૮ વીજ જોડાણોમાં વીજ ચોરીના પુરવણી બીલો આપવામાં આવેલ જેની અંદાજીત રકમ રૂ. ર૭૧.૦૧ કરોડ થવા પામેલ છે.
ખાસ કરીને વીજચોરીમાં ડાયરેકટ લંગર, વાયરથી મીટર બાયપાસ, મીટરના સીલ સાથે ચેડાં કરીને, હેતુ ફેર, લોડ વધારો, સર્વિસ વાયર સાથે ચેડાં કરવા વગેરે પ્રકારની ગેરરીતિ વધુ પ્રમાણમાં જોવા મળી હતી.
વર્ષ દરમિયાન પાવરચોરીનું રૂ. ૧ કરોડથી વધુ રકમનું બિલ આપવામાં આવ્યું હોય તેવા ગ્રાહકો જેમ કે (૧) ભચાઉ તાલુકાના માનફરા ગામના સિલિકા મેન્યુફેકચરિંગ યુનિટના વીજજોડાણમાં મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા માલુમ પડતાં રૂ. ૧.૬પ કરોડનું (ર) ટંકારા તાલુકાના વાઘગઢ ગામમાં ઓઇલ ઇન્ડ.ના ઔદ્યોગિક હેતુના યુનિટમાં ટર્મિનલ સીલ સાથે ચેડાં કરી વીજચોરી થયાનું માલુમ પડતાં રૂા. ૧.૧૬ કરોડનું (૩) કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામના એન્જિનિયરીંગ વર્કસ યુનિટમાં મેગ્નેટનો ઉપયોગ કરીને વીજચોરી થતી હોવાનું માલુમ પડતાં રૂ. ૧.૧પ કરોડનું (૪) ગોંડલ તાલુકાના શેમળા ગામમાં સ્પિનિંગ મિલનું મીટર શંકાસ્પદ જણાતાં લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલતાં મીટર ધીમું ફરતું હોવાનું માલૂમ પડતાં રૂા. ર.૪૧ કરોડનું તેમજ (પ) વાંકાનેર તાલુકાના લકકડધાર ગામના ટાઇલ્સના યુનિટમાં મીટર ધીમું ફરતું હોવાનું માલુમ પડતાં રૂ. ર.૧૩ કરોડનું પૂરવણી બિલ આપવામાં આવ્યું હતું.
વીજચોરીમાં પકડાયેલા ગ્રાહકો/બિનગ્રાહકો સામે વીજ કંપનીના પોલીસ સ્ટેશન દ્વારા વીજચોરીનો ગુનો દાખલ કરી વીજચોરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
જો કોઇ સ્થળે વીજચોરી થતી હોવાની જાણ થાય તો જાગૃત નાગરીકો આ માટેના ખાસ મોબાઇલ નંબર ૯૯રપર ૧૪૦રર ઉપર પોતાની ફરિયાદ લખાવી શકે છે. એટલું જ નહિં પીજીવીસીએલની વેબસાઇટ www.pgvci.com મારફતે પણ આ અંગેની ફરિયાદ મોકલી શકે છે. (૭.ર૭)
(3:25 PM IST)










