News of Saturday, 26th April 2025
માણાવદર મિતડીના રાહુલ ચોૈહાણનું રાજકોટમાં બેભાન થયા બાદ મોત
સારવાર માટે કાકાજીના ઘરે આવ્યો હતોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૬: માણાવદરના મીતડી ગામે રહેતો રાહુલભાઇ ભુપતભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૨) નામનો યુવાન રાતે દસેક વાગ્યે રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ ખોડિયારનગર-૩માં તેના કાકાજી ધીરૂભાઇ વાળાના ઘરે હતો ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર રાહુલભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તે બે ભાઇમાં નાનો હતો. વાલ્વની બિમારી હોઇ સારવાર માટે રાજકોટ આવ્યો હોઇ કાકાજીના ઘરે રોકાયો હતો. અહિ તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયેલ. પરંતુ સારવાર કારગત નીવડી નહોતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:40 PM IST)










