News of Saturday, 26th April 2025
જમીનમાં હક્ક ધરાવતા ન હોવા છતાં પૈસા માંગી ખોટી ફરીયાદો કરતા પરિવારજનો સામે વળતી ફરીયાદ

રાજકોટઃ ભાવનગર રોડ પરના કાળીપાટ (ત્રંબા) ખાતે રહેતા અરજણભાઇ ભગાભાઇ પરમાર અને તેમના પરિવારે આજે વડીલોપાર્જીત જમીનમાં હક્ક ન હોવા છતાં અન્ય પરિવારજનો પૈસાની માંગણી કરી ખોટી ફરીયાદો આજી ડેમ પોલીસ ચોકીમાં કરતા હોવાની રજુઆત સાથે ન્યાય માંગ્યો છે. લેખીત અરજીમાં જણાવાયું છે કે હું ખેડુત છું અને મારે પ્રવિણ લખમણભાઇ પરમાર સાથે છેલ્લા ૩૦ વર્ષથી કોઇ લેતી દેતી કે વ્યવહાર નથી. છતા તેમણે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં અમારા વિરૂધ્ધ ખોટી અરજી કરી છે જે અંગે અમે નિવેદન આપી સામેવાળા ખોટી માંગણી કરતા હોવાનું જણાવ્યું છે. જે જમીનના હક્કની વાતો પ્રવિણ પરમારે કરી છે તે જમીનના તમામ પુરાવા અમે રજુ કર્યા છે. જે મુજબ અમારી ફરીયાદ ધ્યાને લઇ યોગ્ય કરવા અમારી વિનંતી છે. અમારા પરિવારજનોના નામો પણ સબંધીત જગ્યામાં વારસાઇ રૂપે ઉમેરાયા છે. ત્યારે પ્રવિણ પરમાર અને તેમના જમાઇ વિજય મચ્છોયાએ અમારી પાસે ઘરે આવી સર્વે નં. ૪૪ પૈકી રના દસ્તાવેજલની માંગણી કરી હતી. ત્યાર બાદ પોતાની વાતથી ફરી જઇ સર્વે નં. ૪૮ પૈકી ૧માં ભાગ-હિસ્સો નહિ હોવા છતાં ખોટી અરજીઓ કરી છે ત્યારે આ મામલે ન્યાય મળે તેવી પોલીસ કમિશ્નર સમક્ષ માંગણી કરવામાં આવી છે.
(2:47 PM IST)










