News of Saturday, 26th April 2025
બ્રિટીશ હિન્દના કમાન્ડર ઈન ચીફ લોર્ડ કિચનરના અપમાનજનક વર્તન અને
મહારાજા ઓફ પતિયાલા શ્રી ભુપિન્દરસીંગના જડબાતોડ જવાબની રસપ્રદ કહાની મહારાજા ક્રિકેટના ઉતમ ખેલાડી હતા. ઈ.સ. ૧૯૩ર માં ઈગ્લેન્ડ જનારી ટીમના કપ્તાન તરીકે પસંદ થયેલ પણ અંગત કારણોસર અંતીમ સમયે મહારાજા ટીમ સાથે જોડાઈ ન શકતા કપ્તાન પદની જવાબદારી પોરબંદરના મહારાજા શ્રી નટવરસિંહજીને સોંપવામાં આવેલ મહારાજા ઓક પતિયાલાનું પુરૂ નામ વાંચી હાંફી કે કંટાળી જતા નહી... ‘લેફટનન્ટ જનરલ હિઝ હાઈનેસ ફર્ઝદ એ ખાસ, દોલત એ ઈગ્લિશીયા- મન્સુર એ ઝમન - અમીર ઉલ ઉમરા, મહારાજાધિરાજ રાજ રાજેશ્વર- ૧૦૮, શ્રી મહારાજા એ રાજગન- મહારાજા સર શ્રી ભુપિન્દરસીંગ મહેન્દ્ર બહાદુર યદુવંશ વતન ભટૃી કુલભુષણ મહારાજા ઓફ પતિયાલા' પંજાબનું પતિયાલા સ્ટેટ ઓગણીસમી સદીની શરૂઆતમાં સ્થપાયેલઃ તેનું અંદાજીત ક્ષેત્રફળ ૧પ૭૦૦ ચો.કી. હતુ : મહારાજાને બ્રીટીશ સરકાર ૧૭ તોપોની સલામીથી સન્માનીત કરતાં

જનજાગૃતિ અભિયાનના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ દેશમાં બ્રિટીશ શાસન સમયે બ્રીટીશ હિન્દના કમાન્ડર ઈન ચીફ લોર્ડ કિચનરે મહારાજા ઓફ પતિયાલા શ્રી ભુપીન્દરસિંગને અપમાનીત કરેલ મહારાજાએ આ અપમાનનો જડબા તોડ જવાબ આપેલ તેની સંકલીત માહિતીથી વાંચકોને જણાવે છે.
આઝાદી પહેલા સમગ્ર દેશમાં નાના- મોટા પ૪ર રાજા- મહારાજા- નવાબોનું શાસન હતું દેશના આ પ૪ર રજવાડામાં આપણા કાઠીયાવાડ (સૌરાષ્ટ્ર) માં નાના- મોટા રરર વિવિધ શાખના રાજવીઓનું શાસન હતું આ રાજા- મહારાજાની અતિ વૈભવી જીવનશૈલી તેમનો ઠાઠમાઠ અને અતિ વૈભવશાળી નિવાસ સ્થાન મહેલો અને તેમના ચીત્ર વિચીત્ર મોજશોખ અંગે ઈતિહાસે આગવી નોંધ લીધેલ છે.
મુદાની વાત ઉપર આવીએ પતિયાલા રાજયની સ્થાપના ૧૯ મી સદીના શરૂઆતમાં થયેલ આ રાજયનું અદાજીત ક્ષેત્રફળ ૧૬૦૦૦ ચો.કી. હતું. રાજકીય રીતે પતિયાલાનો દબદબો ખુબ જ નોંધપાત્ર હતો. જેના કારણે પતિયાલા રાજવીને ગોરી સરકાર ૧૭ તોપની સલામી આપી સન્માન આપતી.
વીસમી સદીમાં પતિયાલાને રંગીલા-મોજીલાને તાકાતવરને વટવારા શ્રી ભુપિન્દરસીંગ ભટૃી નામના મહારાજા સતાધીશ થયેલ મહારાજાનું પુરૂનામ વાંચીને થાકી કંટાળી જતા નહી લેફટનન્ટ જનરલ હિઝ હાઈનેશ ફર્ઝદ એ ખાસ એ દોલત એ ઈગ્લિશીયા- મન્સુર એ ઝમન - અમીર ઉલ ઉમરા મહારાજાધિરાજ રાજ રાજેશ્વર- ૧૦૮ શ્રી મહારાજા એ રાજગન- મહારાજા સર શ્રી ભુપિન્દરસીંગ મહેન્દ્ર બહાદુર યદુવંશ વતન ભટૃી કુલભુષણ મહારાજા ઓફ પતિયાલા આવા અનેક ખિતાબોથી મહારાજાને શણગારેલ.
મહારાજા અનેક ગજબના શોખો ધરાવતા ધરાવતાં વિશ્વની અતી કિંમતી કારનો કાફલો રાખવો મહેલનાં ગેરેજમાં અંદાજે ૭પ થી વધુ વિવિધ મોડલની રોલ્સ રોઈસ કાર શોભતી મહારાજા પેલેસ બહાર નીકળે ત્યારે તેઓ એક કારમાં બીરાજતા પણ આગળ પાછળ દશ પંદર રોલ્સ રોઈસ ગાડીનો કાફલો જોડાતો મહારાજા આપણા જુનાગઢના નવાબની જેમ શ્વાન માટે આગવો લગાવ ધરાવતા તેમના ખાસ ડોગ હાઉસમાં દેશ- વિદેશની ઉતમ ઓલાદોના બસોથી વધુ ડોગ માણસને પણ ન મળે તેવી સુવિધા સાથે રાખતા મહારાજાને પ્રાણી પંખી તરફ પણ ખુબ જ પ્રેમ અને લગાવ હતો જેથી એક આલીશાન ઝુ ઉભું કરેલ જેમાં દેશ વિદેશના અનેક પ્રાણી-પંખીઓ રાખેલ મહારાજા મુડ મુજબ કલાકો આ ઝુ માં વિતાવતા મહારાજાને શિકાર અને સંગીત તરફ પણ ખુબ જ લગાવ હતો મહારાજાને મુડમાં રાખવા પેલેસમાં બેસ્ટ વાદકોનું ઓરકેસ્ટ્રા ચોવીસ કલાક કાયમ તૈનાતમાં રાખવામાં આવતું.
મહારાજાનો સૌથી પ્રિય શોખ દેશ વિદેશ ની વાનગી જમવાનો અને જમાડવાના હતો આ માટે સમગ્ર પેલેસમાં નાના મોટા પંદર ડાઈનીંગ હોલ હતા મહારાજા ગમે ત્યારે ભોજન સમારંભનું આયોજન કરતા જેથી અંદાજે ૧પ૦ થી વધુ નિષ્ણાંત કુકનો સ્ટાફ તૈનાતમાં રાખવામાં આવતો આવા શોખના કારણે જ કદાચ આપણા કાઠીયાવાડમાં એક કહેવત ખુબ જ પ્રચલીત છે રાજા-વાજા ને વાંદરા-રાજાને ગમે તે રાણી.
આવા પ્રકારની જીવનશૈલી હોઈ અનેક પદવીઓથી નવાજેલ દિવસ રાત જી હજુર જી હજુર થતું હોઈ પછી અહમનો નશો ન ચડે તે તો ભાગ્યે જ બને મહારાજા સાહેબ બ્રિટીશ હિન્દ ના ખુશ્કીદળના કમાન્ડર ઈન ચીફ લોર્ડ કિચનર જે પરિવાર સાથે સીમલામાં રહેતા તેમની સ્વરૂપવાન યુવા દિકરી સાથે મૈત્રી બાંધીને રાજા ગોરા વચ્ચે અપમાનની કહાની શરૂ થઈ મહારાજાની જીવન શૈલીથી સંપૂર્ણ વાકેફ મહારાજા મી. કિચનરની દિકરી સાથે દોસ્તીથી આગળ વધે તે પહેલા લોર્ડ કિચનરે અમાપ સતાનો ઉપયોગ કરી મહારાજા પતિયાલાને બ્રીટીશ હિંદના ઉનાળુ પાટનગર સીમલામાં સખ્ત પ્રવેશ બંદી ઠોકી દીધી. આ નીર્ણયથી મહારાજા લાલચોળ થઈ ગુસ્સાથી સમસમી ઉઠેલ પણ બ્રિટીશ સતા સામે લાચાર હતા. આ અપમાનની આંગ ઠારવા અને અપમાનનો સખ્ત બદલો લેવા મહારાજાએ ઉપાય શોધી કાઢેલ સીમલાથી અમુક કીલોમીટર દુર ચૈલ નામના પહાડી વિસ્તાર ઉપર જે અંદાજે ૭પ૦૦ ઉંચાઈ ઉપર ચીડના અતિ ધટાટોપ જંગલથી ધેરાઈ રહેતા ચૈલમાં મહારાજાએ અતિ આલીશાન બંગલો બનાવી સુંદર હિલ સ્ટેશન ઉભું કરી આ હીલ સ્ટેશનમાં ગોરા અંગ્રેજોની સમગ્ર જમાત માટે આ હીલ સ્ટેશનમાં સખ્ત પ્રવેશબંદી ફરમાવી અપમાનની આગનો જડબાતોડ બદલો લીધેલ જેથી ભારતની પ્રજાને સીમલા નજીક એક હીલ સ્ટેશન મળેલ.
મહારાજા ક્રિકેટના પણ ઉમદા ખેલાડી હતા આ શોખ પુરો કરવા કેટલીક ચૈલની ટેકરીઓએ સાફ કરીને એક સરસ પોલો અને ક્રિકેટ માટે મેદાન બનાવેલ.
ક્રિકેટ જગતના જાણકારીના મતે ઈ.સ. ૧૯૩ર માં ઈંગ્લેન્ડ જનાર આપણી ટીમના કેપ્ટન તરીકે શ્રી ભુપિન્દરસીંગ પસંદ થયેલ પણ અમુક પરિસ્થિતિને કારણે ટીમ સાથે જોડાય ન શકતા અંતીમ સમયે ભારતીય ટીમનું કપ્તાન પદની જવાબદારી પોરબંદર સ્ટેટના મહારાજા શ્રી નટવરસિંહજીને સોપેલ. દેશના મોટા ભાગના હીલ સ્ટેશન અંગ્રેજોએ વિકસાવેલ છે માત્ર ચૈલ તેમાં અપવાદ છે જેનો શ્રેય મહારાજા પતિયાલાને જાય છે. ને લાંબો સમય ચૈલ પતિયાલા ની ઉનાળુ રાજધાની બની રહેલ.
ચૈલ સીમલાથી થોડા કી.મી. દુર આવેલ છે હીમાલય પહાડોની અતિ સુંદરતા વચ્ચે ઉચા ઉચા ચીડના ગીચ જંગલો વચ્ચે આવેલ છે હાલ મહારાજાનો ચૈલ પેલેસ રજવાડી ફર્નીચર સાથે ખુબ જ પુરાની યાદોથી જોડાયેલ પેલેસ હેરીટેજ હોટલમાં રૂપાંતર થઈ ગયેલ છે અહીં ખંઢેવા ટેકરી પર ઈ.સ. ૧૯૦૭ માં ઈન્ડોર વેસ્ટર્ન સ્થાપત્ય શૈલીના ઉતમ નમુનાનું એક ગુરૂદ્વારા ઉભું કરવામાં આવેલ જે પણ જોવા જેવું છે.
મહારાજા ભુપિન્દરસીંગ રંગીલા સ્વભાવના,
અજબ-ગજબના શોખ ધરાવતા
* મહારાજા પાસે વિશ્વની શ્રેષ્ઠ કાર રોલ્સ રોઈસની વિવિધ મોડલની ૭ર કારનો કાફલો હતો.
* મહારાજાને પ્રાણી- પંખી તરફ આગવો લગાવ હતો જેથી તેમણે પેલેસ નજીક એક વિશાળ ઝુ બનાવી તેમાં દેશ- વિદેશના અનેક પ્રકારના પંખી અને પ્રાણી પાળેલા મહારાજા મુડ મુજબ કલાકો આ ઝુ માં વિતાવતા.
* જુનાગઢના નવાબ માફક મહારાજાને પણ કુતરા રાખવાનો ગજબ શોખ હતો તેમની પાસે દેશ- વિદેશની વિવિધ ઓલાદના ર૦૦ વધુ શ્વાન હતા જેના માટે વિશાળ ડોગ હાઉસ ઉભું કરેલ.
* મહારાજાનો સૌથી પ્રિય શોખ દેશ વિદેશની વિવિધ પ્રકારની વાનગીઓ ખાવાનો અને ખવડાવવાનો પ્રમુખ શોખ હતો જેથી પેલેસમાં નાના મોટા ૧પ ડાઈનીંગ હોલ રાખેલ ને વિવિધ પ્રકારની વાનગી બનાવતા ૧પ૦ થી વધુ કુશળ કુક અને તેની મદદમાં ૧૦૦ થી વધુનો સ્ટાફ તૈનાતમાં રાખતા.
-: સંકલન :-
તખ્તસિંહ ( તખુભા) રાઠોડ
મો. નં. ૯૮ર૪ર ૧૬૧૩૦

(3:56 PM IST)










