<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

ગેરકાયદે ઘુસણખોરી સંદર્ભે એસઓજી, ક્રાઇમ બ્રાંચ, ઇઓડબલ્‍યુનું ગુપ્‍ત સર્ચ ઓપરેશનઃ રામનાથપરા, ભગવતીપરાના ૩૫ જેટલા શકમંદોની પુછતાછ : જુઓ વિડિયો

રાજકોટ તા. ૨૬: પહેલગામના ત્રાસવાદી હુમલા બાદ બાંગ્‍લાદેશ અને પાકિસ્‍તાની ગેરકાયદે ઘુસણખોરો ઉપર દેશભરમાં સકંજો કસાયો છે ત્‍યારે પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલના આદેશથી સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપ, ક્રાઇમ બ્રાંચ અને ઇકોનોમીક ઓફેન્‍સ વીંગ દ્વારા ગઇકાલથી જ ગુપ્‍ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે. જેમાં ૩૫ જેટલા શકમંદ બાંગલાદેશીઓની પુછપરછ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ કાયદેસર રીતે છ વિદ્યાર્થીઓ સ્‍ટુડન્‍ટ વિઝા ઉપર અને એક મહિલા લાંબા સમયથી રહેતી હોવાનું પોલીસ તંત્રના જવાબદાર અધિકારીએ જણાવ્‍યું હતું. પાકિસ્‍તાન સંદર્ભનો ડેટા ચકાસવામાં આવી રહ્યો છે. જો કે ગેરકાયદે  ઘુસણખોરી મુદ્દે હાલમાં બાંગ્‍લાદેશીઓ જ પોલીસની બ્રાંચને હાથમાં આવ્‍યા છે. જેની સઘન પુછપરછ ચાલી રહી છે. રામનાથપરા અને ભગવતીપરા વિસ્‍તારમાંથી જ આ લોકો મળી આવ્‍યાનું સત્તાવાર સુત્રોએ જણાવ્‍યું હતું. વધુ છાનબીન ચાલુ છે. મોટા ભાગના સોની બજાર, ચાંદી બજાર સાથે સંકળાયેલા હોવાનું પણ બહાર આવ્‍યું છે. સોની બજારમાં પણ પોલીસની ટીમો પહોંચી હતી.

 

(3:41 PM IST)