<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

-મનપામાં ૧ર૮ કલાર્કની જગ્‍યાઓ માટે ૪ મે એ રાજકોટ-અમદાવાદ-વડોદરામાં પરીક્ષા

જુનિયર કારકૂનની ભરતી માટે સવા વર્ષ પહેલા અરજીઓ મંગાવાયેલ : પરીક્ષા કેન્‍દ્રો હવે જાહેર થશેઃ ૧૦૦ ગુણનું MCQ પ્રકારનું પ્રશ્‍નપત્ર

રાજકોટ, તા. ર૬: રાજકોટ મનપામાં ક્‍લાર્કની ૧૨૨ જગ્‍યાઓ માટે ૬૦૫૨૧ ઉમેદવારો; તા.૪ મે ના પરીક્ષા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્‍યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ, રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્‍લાર્ક સંવર્ગની ખાલી જગ્‍યાઓ ભરવા માટે આગામી તા.૪ મે ને રવિવારનાં રોજ લેખિત પરીક્ષા રાજકોટ, વડોદરા, અમદાવાદ સહિતના ૩ શહેરોમાં યોજાશે. આ  પરીક્ષાના કેન્‍દ્રો હવે જાહેર થશે.

આ લેખિત પરિક્ષાનું માધ્‍યમ ગુજરાતી રહેશે અને એમસીકયુ પ્રકારની કુલ ૧૦૦ માર્ક્‍સની પરીક્ષા રહેશે. જે પરીક્ષાનો સમય સવારે ૧૧ કલાક થી ૧૨-૩૦ કલાક સુધીનો રહેશે.આ લેખિત પરીક્ષાના કોલલેટર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www. rmc. gov.in ઉપરથી રિક્રૂટમેન્‍ટ સેક્‍શનમાંથી ડાઉનલોડ કરવાનાં રહેશે જે અંગેની જાણ ઉમેદવારોને મોબાઈલ મેસેજ મારફતે પરીક્ષા સમય પહેલા કરવામાં આવશે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્‍યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ, રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્‍લાર્ક સંવર્ગની ખાલી જગ્‍યાઓ ભરવા માટે આગામી તા.૦૪ રવિવારનાં રોજ લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે. આ લેખિત પરિક્ષાનું માધ્‍યમ ગુજરાતી રહેશે અને એમસીકયુ પ્રકારનાં કુલ-૧૦૦ માર્ક્‍સની પરીક્ષા રહેશે. જે પરીક્ષાનો સમય સવારે ૧૧.૦૦ કલાક થી ૧૨.૩૦ કલાક સુધીનો રહેશે.

મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં ત્‍યારે વર્ષો બાદ સુધારવામાં આવેલા રીક્રુટમેન્‍ટ રૂલ્‍સ (આરઆર) પરથી ની ભરતી કરવાની કાર્યવાહી પણ મનપા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ર૧ ડિસેમ્‍બર ર૦ર૩નાં સુધી જુદી જુદી કેડરની ખાલી પડેલ ૩૩ જગ્‍યા ખાતાકીય ભરતીથી ભરવા માટે અરજી મંગાવામાં આવી હતી. ત્‍યારે વિવિધ ૯ કેડરની ૧૧૬ બીનઅનામત સહિત કુલ ૨૧૯ ખાલી જગ્‍યાઓ સામે  ૬૪ હજારથી વધુ અરજી આવી છે.

જાણે મનપાની ભરતીની મોસમમાં બેરોજગારી કે સરકારી નોકરીનો રંગ દેખાઇ રહ્યો છે.

લંબાવાયેલ મુદત જુ. કલાર્કની ૧૨૮ જગ્‍યાઓ હોટ કેક રહી હતી. જેમાં ૬૦૫૨૧ ઉમેદવારોએ અરજી કરી હતી.  તા. ૪ મે ના રોજ ઉમેદવારો સરકારી નોકરી માટે પોતાનું ભાગ્‍ય અજમાવશે.

લેખિત પરીક્ષા યોજાયા બાદ પ્રશ્નપત્રની આન્‍સરકી જાહેર કરાશે તેના સુધારા-વધારા બાદ ફાઇનલ આન્‍સરકી જાહેર થયા બાદ બે-ત્રણ મહિના બાદ મેરીટ જાહેર થશે. આ મેરીટના આધારેજ પસંદગી કરાશે તેનુ મનપાના સતાવાર સુત્રોએ જણાવ્‍યુ હતું.

(4:17 PM IST)