News of Saturday, 26th April 2025
ભગતસિંહજી ગાર્ડન પાસે કવાર્ટરમાં જીતેન્દ્રભાઇનો ફાંસો ખાઇ આપઘાત
મણકામાં ગાંઠ થતાં પગ ખોટા થઇ ગયા હોઇ કંટાળીને પગલું

રાજકોટ તા. ૨૬: યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે ગુ.હા. બોર્ડ ક્વાર્ટરમાં રહેતાં જીતેન્દ્રભાઇ વશરામભાઇ ચારોલા (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
બનાનવી જાણ થતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા જીતેન્દ્રભાઇ અગાઉ સ્કૂલ બસનું ડ્રાઇવીંગ કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. હાલમાં તેમને મણકામાં ગાંઠ થઇ હોઇ તેના કારણે બંને પગ ખોટા થઇ ગયા હતાં. ઓપરેશન માટે તેમને દાખલ કરવાનું પણ પરિવારજનોએ નક્કી કરી લીધું હતું. જો કે એ પહેલા જ તેમણે કંટાળીને આ પગલુ ભરી લીધું હતું.
(4:16 PM IST)










