News of Monday, 28th April 2025
બ્રહ્મદેવ સમાજ આયોજીત પરશુરામ જન્મોત્સવમાં કાલે ભવ્ય શોભાયાત્રાઃ બહેનોનો ફરસી રાસ
મહાઆરતી, જ્ઞાતી ભોજનનો કાર્યક્રમ યોજાશે જેમા અંદાજીત ત્રીસ હજાર બ્રાહ્મણો જોડાશેઃ ગાયક સાગર રાવલનો લોક ડાયરો, સત્ય નારાયણ ભગવાનની કથા અને ભગવાન શ્રી પરશુરામ ભગવાનને છપ્પનભોગ અર્પણ કરાયો

રાજકોટ, તા.૨૮: બ્રહ્મદેવ સમાજ રાજકોટ આયોજીત પરશુરામ જન્મોત્સવના ચોથા દિવસ પ્રખ્યાત ગાયક સાગર રાવલનો લોક ડાયરો યોજાયેલ અને સત્ય નારાયણ ભગવાનની કથા અને ભગવાન શ્રી પરશુરામને છપ્પનભોગ ધરાયો હતો. આ તકે આગામી પરશુરામ શોભાયાત્રાના કન્વીનર તરીકે બંકિમભાઈ મહેતાને જવાબદારી સોપાંઈ છે.
કાલે તા.૨૯ ને મંગળવારે પરશુરામ જન્મ જયંતી નિમિત્તે બ્રહ્મ દેવ સમાજ દ્વારા બપોર ૪ વાગ્યે બહુમાળી ભવન ચોકથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. આ શોભાયાત્રા કીશાનપરા ચોક થઈને કોટેચા ચોકથી ઈન્દીરા સર્કલ થઈને શીતલ પાર્ક બસ સ્ટેન્ડ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે અને શ્રી આશાપુરા ફાર્મ ખાતે દર વર્ષની જેમ મહા આરતી અને બહેનો દ્વારા ભવ્ય ફરસી રાસ અને જ્ઞાતી ભોજનનો કાર્યક્રમ યોજાશે
જેમા અંદાજીત ત્રીસ હજાર બ્રાહ્મણો જોડાશે. કાર્યક્રમમા જોડાવા બ્રહ્મસમાજ અગ્રણી મીલનભાઈ શુકલએ જ્ઞાતીજનોને હાર્દિક અપીલ કરી છે. તેમ વિપુલભાઈ જાની પ્રમુખ બ્રહ્મ દેવ સમાજ રાજકોટની યાદીમાં જણાવાયું છે.(૬.૧પ)
(2:34 PM IST)










