<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

બૂધવારે રાજકોટ સહિત રાજયભરના મહેસૂલી કર્મચારીઓની ૧ દિવસની હડતાલઃ રજા રીપોર્ટ મૂકી દેવાયાઃ અનેક માંગણીઓ

રાજકોટ શહેર- જીલ્લામાં ૩૯૦ કર્મચારીઓઃ કાલે રજાઃ બુધવારે કલેકટર કચેરીએ દેખાવો : જીલ્લા ફેર બદલી- જુના પેન્‍શન- પ્રમોશન- પ્રવર્તતા યાદી મુખ્‍ય પ્રશ્‍નોઃ ઉકેલ નહી આવે તો બેમુદતી હડતાલ પડાશે

રાજકોટ તા.૨૮: વિવિધ પડતર માંગણીઓને લઈને રાજ્‍યભરના મહેસૂલ કર્મચારીઓ આગામી બુધવારે હડતાલ પર જવાના છે, જેના પગલે રાજ્‍યના વહીવટી તંત્રમાં સન્નાટો પ્રસરી ગયો છે. રાજકોટ જિલ્લાના આશરે ૩૯૦ જેટલા મહેસૂલ કર્મચારીઓએ બુધવારની હડતાલના સમર્થનમાં રજા મૂકી દીધી છે. રાજ્‍યના અન્‍ય જિલ્લાઓમાં પણ મોટાભાગના કર્મચારીઓએ આજથી જ રજા પર ઉતરી જવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે મંગળવારની જાહેર રજા હોવાથી અને બુધવારે હડતાલના કારણે કલેકટર કચેરી સહિતની તમામ મહેસૂલ કચેરીઓના કામકાજ ખોરવાઈ જવાની સંભાવના છે પૂરવઠાની ઝોનલ કચેરીઓ- જનસેવા કેન્‍દ્રો અને મામલતદાર કચેરીઓમાં હજારો લોકોને ખરા તડકામાં ધક્કા થશે.

મહેસૂલ કર્મચારી યુનિયનના જણાવ્‍યા અનુસાર, તેઓ લાંબા સમયથી વિવિધ માંગણીઓ અંગે સરકારને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર પરિણામ આવ્‍યું નથી. આથી, કર્મચારીઓએ આખરે હડતાલનું શષા ઉગામવાની ફરજ પડી છે. તેમની મુખ્‍ય માંગણીઓમાં સમયસર બઢતી, ખાલી જગ્‍યાઓ ભરવી અને જુની પેન્‍શન યોજના લાગુ કરવી વગેરેનો સમાવેશ થાય છે રાજકોટ શહેર- જીલ્લા અંગે પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલા માર્ગદર્શન આપી રહ્યા છે. દરમિયાન તલાટી દ્વારા અગાઉ કરવામાં આવેલી એક રજૂઆત અંગે પણ માહિતી સામે આવી છે. જેમાં સ્‍વર્ગસ્‍થ મહિલા કર્મચારીના સ્‍થાને તેમના પતિની બદલીને લઈને મહેસૂલ વિભાગના નિયમોમાં વિસંગતતા હોવાનું જણાવાયું છે. આ બાબતે વિભાગ દ્વારા કરવામાં આવેલ ઠરાવોમાં પણ સ્‍પષ્ટતાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે કર્મચારીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. હડતાલના પગલે સામાન્‍ય નાગરિકોના મહેસૂલ વિભાગને લગતા કામો અટકી જશે તેવી શકયતા છે. સરકાર દ્વારા તાત્‍કાલિક આ બાબતે યોગ્‍ય પગલાં લેવામાં આવે તેવી કર્મચારીઓ અને અરજદારો આશા રાખી રહ્યા છે. જો સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીઓ પર સકારાત્‍મક વિચારણા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બેમૂદતી હડતાલ પડાશે તેમ જાહેર કરાયું છે.

 મહેસૂલિ કર્મચારીઓની મુખ્‍ય માંગણઓમાં (૧)મહેસુલી તલાટી -૨૦૧૬ ની પ્રિસર્વિસ પરીક્ષાનુ આયોજન સપ્‍ટેમ્‍બર-૨૦૨૪ માં થયેલ પરંતુ હાલ સુધી પ્રિસર્વિસનું રીઝલ્‍ટ આવેલ ન હોય તે બાબતે તાત્‍કાલીક કાર્યવાહી કરવામાં આવે. (૨) મહેસુલી તલાટી-૨૦૧૬, મહેસુલી કલાર્ક-૨૦૧૭ તથા મહેસુલી કલાર્ક-૨૦૨૩ નો પ્રવર્તતાયાદીમાં સમાવેશ કરવા બાબતે તાત્‍કાલીક કાર્યવાહી કરવામાં આવે. (૩)મહેસુલી તલાટી-૨૦૧૬ ની જિલ્લાફેર કરવા બાબતે તાત્‍કાલીક કાર્યવાહી કરવામાં આવે. (૪)મહેસુલી તલાટીની ભરતી વર્ષ-૨૦૧૬ માં થયેલ સપ્‍ટેમ્‍બર-૨૦૨૪ માં પ્રથમ પ્રિસર્વિસ પરીક્ષાનુ આયોજન કરેલ હાલે આશરે ૯ વર્ષ જેટલો સમયગાળો થઈ ગયેલ હોય નિયત તકોમાં પ્રિસર્વિસ પરીક્ષા પાસ કરી એલ.આર.કયુની પરીક્ષાનુ આયોજન બાબતે તાત્‍કાલીક કાર્યવાહી કરવામાં આવે તેમ છે.

હાલ મહેસુલી કલાર્ક/મહેસુલી તલાટી ની જીલ્લાકક્ષાની તથા રાજયકક્ષાની એમ ૨(બે) પ્રકારની પ્રવરતાયાદી નિભાવવામાં આવે છે. પરંતુ જીલ્લાકક્ષાની પ્રવરતાયાદી દર વર્ષે તૈયાર કરવામાં આવતી નથી તથા પ્રસિધ્‍ધ કરવામાં આવતી નથી. મહેસુલી કલાર્કમાંથી નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતી રાજયકક્ષાની પ્રવરતાયાદીના આધારે આપવામાં આવતી હોય જીલ્લાકક્ષાની પ્રવરતાયાદીનું કોઇ મહત્‍વ રહેતુ નથી. વધુમાં જણાવવાનું કે રાજયકક્ષાની સંયુક્‍ત પ્રવરતાયાદી માત્ર કર્મચારીઓનાં ગૌણસેવા પસંદગી મંડળનાં મેરીટ ક્રમાંકનાં આધારે તૈયાર કરવામાં આવે છે નહીકે જીલ્લાકક્ષાની યાદીનાં આધારે. જેથી રાજયકક્ષાની પ્રવરતાયાદીને જીલ્લાકક્ષાની પ્રવરતાયાદી કોઇપણ રીતે અસર કરતી નથી. તેમજ જયારે કર્મચારીઓની રાજયકક્ષાએ પ્રવરતાયાદી તૈયાર કરવામાં આવતીહોય તેવા સંજોગોમાં જીલ્લાફેરબદલી કરાવેલ કર્મચારીઓને રાજયકક્ષાની પ્રવરતાયાદીમાં છેલ્લે રાખવાની સામાન્‍ય વહિવટ વિભાગની કોઇ જોગવાઇ થયેલ ન હોવા છતા જીલ્લા ફેરબદલી કરાવેલ મહેસુલી કલાર્કને રાજયકક્ષાની પ્રવરતાયાદીમાં સૌથી પાછળ મુકવામાં આવતા હોય કર્મચારીઓ કાયમને માટે પ્રમોશનથી વંચીત રહે તેવી સ્‍થિતી ઉભી થયેલ છે.(૨.૧૮)

(2:38 PM IST)