<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

રતનપર વિદ્યા કલ્‍યાણ ધામે ત્રિદિવસીય શ્રી યંત્ર પ્રાણ પ્રતિષ્‍ઠા યજ્ઞ મહોત્‍સવ

શુક્ર થી રવિ મહાઆરતી, લોકડાયરો સંતવાણી, મહાપ્રસાદ, રાસગરબાઃ સંતો મહંતો, આચાર્યોની ઉપસ્‍થિતીઃ શાષાી હિરેનભાઇ ત્રિવેદી

તસ્‍વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પૂ.શાષાી હિરેનભાઇ ત્રિવેદી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

રાજકોટઃ રતનપરની ભાગોળે જગતઉધ્‍ધારણી, સદૈવ કલ્‍યાણપ્રદા, શ્રીવિદ્યા-શ્રીયંત્ર-શ્રીસુકતથી સંયુકત ‘શ્રી' કારી વેદભુમી, શ્રીવિદ્યા કલ્‍યાણધામનો ગતવર્ષે શુભારંભ થયો. તેના ઉપલક્ષ્યમાં શ્રી વિદ્યા કલ્‍યાણ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા આદ્યગુરૂ શંકરાચાર્ય જયંતી તા.ર,૩,૪ મે (શુક્ર, શનિ, રવિ)ત્રિદિનાત્‍મક શ્રી મહોત્‍સવનું સુચારૂ સુમંગલ આયોજન કરવામાં આવ્‍યું છે. તેમ પૂ.શાષાીશ્રી હિરેનભાઇ ત્રિવેદી (વૈદ્યવિદ્યા સંવર્ધક-આચાર્ય પ્રવર)એ જણાવ્‍યું છે.

કાર્યક્રમની રૂપરેખા જોઇએ તો તા.ર/પ શુક્રવારે શ્રી ગણપતી પુજન, પુણયાહવાચન, માતૃકા પુજન, નાંદી શ્રાધ્‍ધ, આચાર્ય વરણ, મંડપ પ્રવેશ, અરણી મંથન, ગ્રહશાંતી વિદ્યાન, સ્‍થાપીત દવતા આહવાન પુજન, કર્મ કુટીર, જલાધીવાસ, ધાન્‍યાધીવાસ, મહા આરતી તેમજ ભવ્‍ય લોકડાયરો સંતવાણી રાત્રે ૯ કલાકે જેમાં શ્રી કિર્તીદાન ગઢવી, શ્રીસાંઇરામ દવે, સાધ્‍વીશ્રી જયશ્રીદાસ માતાજી જમાવટ કરશે.

તા.૩/પ શનિવાર પંચાંગ પુજન, સ્‍થાપીત પુજન, મંદીર વાસ્‍તુ વિદ્યાન, મુર્તી સ્‍નપન, યંત્ર ન્‍યાસ, શિખર સ્‍નપન, શિખર ન્‍યાસ, પુષ્‍પાધીવાસ, ફલાધીવાસ, શર્કરાધીવાસ, સુવર્ણધિવાસ, શૈયાધીવાસ મંગલ આરતી તેમજ મહાપ્રસાદ રાત્રે ૮ કલાકે, ભવ્‍ય રાસગરબા રાત્રે ૯ કલાકે શ્રી રાહુલ મહેતા, શ્રી દેવ ભટ્ટ, શ્રી મોન્‍ટુ મહારાજ, શ્રી સાગર રાવલ, શ્રી અજય પંડયા, શ્રી પરીમલ ભટ્ટ.

તા.૪/પ રવિવાર પંચાંગ પુજન, સ્‍થાપીત પુજન, રત્‍ન ન્‍યાસ ક્રિયા, પ્રાણ પ્રતીષ્‍ઠા, ઉતર તંત્ર, પુર્ણાહુતી, મહા મંગલ આરતી થશે.

શાષાીશ્રી કલ્‍પેશભાઇ ડણાક, શ્રી જયરાજસિંહ ચુડાસમા, શ્રી રૂતુરાજસિંહ વાઘેલાએ નિમંત્રણ પાઠવ્‍યું છે.

શુભ સ્‍થળઃ શ્રી વિદ્યા કલ્‍યાણ ધામ, શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદીરની સામે, માતૃછાયા વૃધ્‍ધાશ્રમ પાછળ, રતનપર, રાજકોટ. મો.૯૯૭૯ર ૧૦૪૯૯, ૯૬ર૪૬ ૩પ૮૦૮.

(2:38 PM IST)