News of Monday, 28th April 2025
સંતાનોને લઇ જવા પ્રશ્ને ધ્રુપતબા ઝાલાને પુત્ર સંજયસિંહ ઝાલાએ ફોનમાં ધમકી દીધી
વર્ધમાનનગર સોસાયટીમાં બનાવઃ પુત્રના ત્રાસથી કંટાળી મહીલાએ ફીનાઇલ પી લીધુઃ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૨૮: જામનગર રોડ પર વર્ધમાનગર સોસાયટીમાં શ્રીરામ બાંગ્લોઝ માં રહેતી મહિલા સાથે રહેતા પોૈત્ર અને પોૈત્રીને લઇ જવા બાબતે પુત્ર અવાનનવાર માથાકુટ કરી ઝઘડો કરી ધમકી આપી હેરાન કરતા યુનિર્વસિટી પોલીસમાંફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ જામનગર રોડ પર વર્ધમાનનગર સોસાયટી શ્રીરામ બંગ્લોઝમાં રહેતા ધ્રુપતબા મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૫૪) એ યુનિવર્સિટી પોલીસ પુત્ર સંજયસિંહ ઝાલા (રહે. લક્ષ્મીવાડી) વિરૂધ્ધ) ફરિયાદ નોંધાવી છે ધ્રુપતબાએ ફરીયાદમાં જણાવ્યું છે કે હુ પતિ સહિત પરિવાર સાથે રહું છું મારે સંતાનમાં બે પુત્ર અને એકપુત્રી છે. મોટા પુત્ર દિગ્વીજયસિંહનું ૧૪ વર્ષ પહેલા અવસાન પામેલ છે. તથા દીકરી સાસરે છે અને નાનો પુત્ર સંજયસિંહ છે છે તેના પત્ની રીવાબા આઠેક મહિના પહેલા અવસાન પામેલ છે. અને સંજયસિંહ અમારાથી અલગ રહે છે. સંજયસિંહને ત્રણ સંતાન છે જેમાં કર્મરાજ (ઉ.વ.૬) તથા વંશીકા (ઉ.૯) મારી સાથે રહે છે. અને દીકરી કાવ્યાબા (ઉ.૬) તેના નાના બાબુભાઇ સાથે રહે છે. તા.૨૧ ના રોજ હું ઘરે હતી ત્યારે પુત્ર સંજયસિંહ ઘરેઆવી મારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને તેના સંતાનોને લઇ જવા માટે અવારનવાર આ રીતે ઝઘડા થતા હોઇ અને તે બળજબરીથી તેની ગાડીમાં લઇ ગયેલ બાદ પડધરી પાસે કોઇ જગ્યાએ મને ઉતારી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે મેં યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ કરતા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તા. ર૩ ના રોજ મને પુત્ર સંજયસિંહનો ફોન આવેલ અને કહેલ કે ‘મને મારા દીકરા આપી દો મારે તેને મારા ફઇબા નયનાબાના ઘરે મુકવા છે.' તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અવારનવાર તેના ફોન આવતા હોઇ સતત હેરાન કરતા મને લાગી આવતા મેં ઘરમાં પડેલ ફીનાઇલ પી લીધું હું બાદ પતિ ઘરે આવતા મને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ મને રજા આપતા યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. મુન્નાભાઇ ઢાપાએ તપાસ હાથ ધરી છે.
(4:25 PM IST)










