News of Monday, 28th April 2025
રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસીએશનના નવા હોદેદારોની શપથવિધિ : પ્રમુખપદે વિજય જાની
સંસ્થાનો ૧૦ માં વર્ષમાં પ્રવેશ : રાજકોટ-જુનાગઢ ઉપરાંત હવે જામનગર, પોરબંદર, ભુજ સહીતના શહેરોમાં વ્યાપ વધારાશે

રાજકોટ તા. ૨૮ : રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસીએશનનો ૧૦માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા હોટલ ક્રંચી ખાતે ઉજવણી કરાઇ હતી. આ સાથે નવા હોદેદારોની શપથવિધિ પણ રાખવામાં આવી હતી.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા એસોસીએશનના આગેવાનોએ જણાવ્યુ હતુ કે ૨૦૧૬માં સ્થપાયેલ આ સંસ્થામાં રાજકોટ અને જુનાગઢના મળીને ૧૦૦ થી વધુ સક્રિય સભ્યો છે. આ સંસ્થા નાના અને મોટા બ્રોકરોના અનુભવો અને વિશેષતાથી શોમાયમાન બની છે. કોમર્શીયલ, રેસીડેન્સીયલ અને જમીન ક્ષેત્રે નિપુણતા ધરાવતા મેમ્બર્સની ટીમ રચાઇ છે. હવે સંસ્થા સોરાષ્ટ્રના જામનગર, ભાવનગર, અમરેલી, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને ગાંધીધામ-ભુજ જેવા શહેરોમાં પોતાનો વ્યાપ વધારવાની નેમ રાખે છે.
દરમિયાન આ પ્રસંગે સંસ્થાના નવા હોદેદારોની શપથવિધિ યોજવામાં આવતા નવા પ્રમુખ તરીકે વિજય જાની (મો.૯૮૨૪૫ ૦૨૨૯૭)ની વરણી કરાઇ હતી.
સાથે ઉપપ્રમુખ તરીકે શૈલેષ શાહ, સેક્રેટરી તરીકે કેતન મહેતા, ટ્રેઝરર તરીકે નીરજ ખંભાતીની વરણી કરવામાં આવી હતી. જયારે પ્રકાશ શાહ, અર્પિત શાહ, જસ્મિન શેઠ, મુંજાલ ચૌહાણ, માધવ માલવીયા, ચેતન વિઠલાણી અને અતુલ સુરાણી સહિત અનેક સમર્પિત સભ્યોની ટીમે પણ નવી ઉર્જા સાથે કમીટીમાં સ્થાન મેળવ્યુ હતુ.
શપથવિધિ સમારોહમાં રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરા, ચેરમેન અમિતભાઇ ત્રાંબડીયા, ઉપપ્રમુખ દિલીપભાઇ લાડાણી, સેક્રેટરી સંદીપભાઇ સાવલીયા, ટ્રેઝરર રાજદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઓસ્કાર ગ્રુપના પાર્થભાઇ તળાવીયા, આર.કે. ગ્રુપના સરવાનંદભાઇ સોનવાની, ક્રેડાઇ ગુજરાત કમીટીના પ્રતિનિધિ આશિષભાઇ મહેતા, અમિતભાઇ રાજા સહિત સંપતિ ટાઇમ્સના રાજેશભાઇ દતાણી, જામનગર પ્રોપર્ટી એસો.ના મેમ્બર્સ, જુનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસો.ના પ્રમુખ કેવલ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરાયુ હતુ. આરપીસીએ સન્યોને સન્માનપત્રો આપી સન્માનીત કરાયા હતા.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિજયભાઇ જાની, શૈલેષભાઇ શાહ, કેતનભાઇ મહેતા, નીરજભાઇ ખંભાયતા, ચેતનભાઇ વિઠલાણી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:17 PM IST)










