<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

અગ્નિકાંડ આરોપીઓના નામ મનપાની ડાયરીમાં જવાબદારો સામે પગલા લેવા ઇચ્‍છતી કોંગ્રેસઃ મ્‍યુનિ. કમીશ્‍નરને રજુઆત

રાજકોટ, તા. ર૯: મહાનગરપાલિકાની ૨૦૨૫-૨૬ ડાયરીમાં સસ્‍પેન્‍ડ થયેલ કર્મચારીઓના નામ છાપનાર અધિકારીઓ સામે પગલાં ભરવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી એ મ્‍યુનિ. કમિશ્‍નરને જણાવ્‍યુ હતું.

આ અંગે મ્‍યુનિ. કમિશ્‍નરને રજુઆતમાં જણાવેલ છે કે, મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ની જે ૫,૭૦૦ ડાયરી રૂા. ૨૮ લાખના ખર્ચે બનાવેલ છે. તે ડાયરીમાં હાલ જેલમાં રહેલા સસ્‍પેન્‍ડ અધિકારી એમ.ડી સાગઠીયા ફાયર ઓફિસર આઈ.વી ખેર અને ડેપ્‍યુટીફાયર ઓફિસર ઠેબાને ડાયરીમાં સ્‍થાન મળતા આヘર્ય થયું છે કારણ કે હાલ આ ત્રણેય અધિકારીઓ સસ્‍પેન્‍ડ થયા છે. તેમ છતાં તેઓના ડાયરીમાં નામ હોય થી આヘર્યમય થયું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાના પૈસાનો આંધણ કરીને કરકસર યુક્‍ત વહીવટ કરવાના બદલે આ પ્રકારના કરતુતો કરી ભોપાળાં બહાર આવે ત્‍યારે જવાબદાર અધિકારીની જવાબદારી ફિક્‍સ કરી ભૂલ બદલ સજા પણ મળવી જોઈએ. વિષય દર્શિત બાબતે વર્ષ ૨૦૨૫-૨૬ ની ડાયરીમાં  નામ છાપનાર અધિકારી સામે દાખલા રૂપ સજા થવી જોઈએ. તપાસ દરમિયાન ટીપી શાખા, ફાયર શાખા, જીએડી શાખા કે તેમના ઉચ્‍ચ અધિકરીઓને ડાયરીમાં સ્‍થાન આપવા અંગે સંડોવણી પુરવાર થાય તો તેના પગારમાંથી ડાયરી નો ખર્ચ કે જે ર૮ લાખ થાય છે તે વસૂલ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.(૬.૧૪)

(3:44 PM IST)