<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

અધિકારીઓ સામે આરોપ છેઃ હાલ માત્ર ફરજ મોકુફ

ડાયરીમાં નામ લખવાનું કારણ જણાવતા મનપાના સતાવાર સુત્રો

 

રાજકોટઃ મનપા દ્વારા હાલમાં પ્રસિધ્‍ધ થયેલ ડાયરીમાં અગ્નિકાંડ મામલે ફરજ મોકુફ કરાયેલ અધિકારી ઓના નામ છાપવામાં આવતા ભારે હોબાળો થતા આઅંગે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહયો મનપાના સત્તાવાર સુત્રો મુજબ ડાયરીમાં નામ છાપવા પાછળનું કારણ જણાવેલ કે, અગ્નિકાંડ મામલે જે-તે અધિકારી સામે આરોપ છે.

તેમને ડીસમીસ કરાયા નથી કે નથી તેમણે રાજીનામા આપેલ ફકત ફરજ મોકુફ જ કરવામાં આવ્‍યા છે. તંત્ર દ્વારા હાલ તેમને ધારાધોરણ મુજબ ૫૦ ટકા પગાર પણ ચૂકવવામાં આવી રહયો છે. ઉપરાંત કોઇ જગ્‍યા ખાલી ન થઇ હોવાથી તે ફરજ ઉપર જે-તે અધિકારી જ કાર્યરત ગણાય છે.

જેથી ડાયરીમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો હોવાનું અંતમાં સત્તાવાર સુત્રોએ જણાવ્‍યું છે. વધુમાં તેઓએ જણાવ્‍યુ હતું કે, તેઓ ડીસમીસ, અથવા રાજીનામુ આપે તો, તેમની જગ્‍યા ખાલી ગણી શકાય

(3:23 PM IST)