<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

રાજકોટ ભઠ્ઠી બન્‍યુ, સૂર્યદેવતા કોપાયમાનઃ ૪૪.૪ ડીગ્રી

બપોરે ૨:૩૦ વાગે : હવામાન વિભાગ દ્વારા રાજકોટ, કચ્‍છ, મોરબી અને સુરેન્‍દ્રનગરમાં યલો એલર્ટ જાહેરઃ આવતી કાલે પણ તાપમાન ૪૩ થી ૪૫ ડીગ્રી વચ્‍ચે જ રહેશેઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ગરમ પવન ફૂંકાશેઃ રાજયમાં સાંજના સમયે પવનનું જોર વધુ રહેશે

રાજકોટમાં વરસતી અગનવર્ષાઃ આકરા તાપ, ગરમીથી લોકો ત્રાહીમામ : રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ શહેરમાં આકાશી અગનવર્ષા વરસી રહી છે. બપોરના સમયે રાજમાર્ગો સૂમસામ ભાંસી જાય છે. લોકો કામ વગર ઘરની બહાર નિકળવાનું ટાળતા હોય છે. આકરા તાપથી બચવા મોઢા ઉપર પણ રૂમાલ. કપડાનો સહારો લેતા હોય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટઃ સમગ્ર રાજયભરમાં સૂર્યદેવતા કોપાયમાન છે. તાપમાનનો પારો દિનપ્રતિદિન ઉંચકાઇ રહ્યો છે. આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હાલ તો ગરમીમાં રાહત મળે તેવી સંભાવના નથી ત્‍યારે રાજકોટ શહેરમાં ગઇ કાલે ૪૬.૨ ડીગ્રી સાથે રાજયમાં સૌથી ઉંચુ રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયેલ. આ લખાય છે ત્‍યારે બપોરે ૨:૩૦ વાગે ૪૪.૪ ડીગ્રી તાપમાન નોઁધાયું છે. ભેજનું પ્રમાણ ૨૮ ટકા અને ૨૪ કિ.મી.ની ઝડપે ગરમ લૂ ફૂંકાઇ રહી છે.

હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ, કચ્‍છ, મોરબી અને સુરેન્‍દ્રનગર જીલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આજે અને આવતી કાલે તાપમાન ૪૩ થી ૪૫ ડીગ્રી વચ્‍ચે રહેશે. તો સૌરાષ્‍ટ્ર- કચ્‍છ અને દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ગરમ પવનો ફૂંકાશે.

રાજકોટ શહેરમાં ગઇ કાલે રાજયનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયું હતું. ગઇ કાલે ૪૬.૨ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયેલ.

તો આજે પવનની ઝડપ વધુ છે.૨૪ કિ.મી.ની ઝડપે ફૂંકાઇ રહ્યા છે. તાપમાન ૪૪.૪ ડીગ્રી છે

(3:32 PM IST)