<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

અક્ષય તૃતીયાના અવસરે ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીનો માહોલ

ઉંચા ભાવને કારણે લાઈટ વેઇટ ઘરેણાંની ખરીદી કરી શુકન સાચવતા ગ્રાહકો : અક્ષય તૃતીયાના દિવસે વણ જોઈતું મુહુર્ત હોય ખરીદીનું વિશેષ મહત્વ

રાજકોટ તા;30 અક્ષય તૃતીયાના અવસરે ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીના ધમધમાટ શરુ થયો છે આજ સવારથી જ ગ્રાહકોની ચહલ પહલ સાથે ખરીદીનો માહોલ જામ્યો હતો જોકે આકરા તાપને કારણે સાંજથી ગ્રાહકી વધવાની આશા વ્યક્ત થઇ રહી છે 

 છેલ્લા કેટલાક મહિનાથી સોનાના ભાવમાં જબરો વધારો થઇ રહયૉ છે જેના કારણે મોંઘા ભાવથી ગ્રાહકો ખચકાટ અનુભવી રહ્યા છે, ત્યારે અખાત્રીજના અવસરે શુકનવંતી ખરીદી માટે ગ્રાહકોની ચહલપહલ જોવા મળે છે અલબત્ત ઉંચા ભાવને કારણે લાઈટ વેઇટ ઘરેણાંની ખરીદી કરી શુકન સાચવતા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે

 ઝવેરી બજાર આખો દિવસ ધમધમશે અક્ષય તૃતીયાના દિવસે વણ જોઈતું મુહુર્ત હોય ખરીદીનું વિશેષ મહત્વ છે 

  ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફ્ટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે આ ઉપરાંત હળવા વજનના બુટી ,બાલી ,વીટી  પેન્ડલ,રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની  કાનની લટકણ બાલી ,સહિતની વેરાયટીઓ પણ આકર્ષણ જમાવે છે

(1:15 PM IST)