<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

માત્ર પ્રોબ્‍લેમ નહિ - તેના ઉપાય બતાવતું હસાવતું-સ્‍તબ્‍ધ કરી દેતું -રડાવતું નાટક ‘‘ઓહ!! વૂમનીયા''

સ્ત્રી હોય કે પુરુષ - તમારે પોતે અને તમારા સંતાનોને આ નાટક જોવા ચોક્કસ આવવું જોઈએ

રાજકોટઃસ્ત્રી હોય કે પુરુષ - તમારે પોતે અને તમારા સંતાનોને આ નાટક જોવા ચોક્કસ આવવું જોઈએ . કારણ ? જે શોષણથી આપણે સહુ માત્ર વ્‍યથિત થઈએ છીએ , સાક્ષી ભાવ રાખીએ છીએ ને ભૂલી જઈ આગળ વધવામાં ડહાપણ માનીએ છીએ તે ઘટનાઓ આપણી સાથે થાય ત્‍યારે શું કરીશું? માત્ર ઇન્‍સ્‍ટા પર રોતલી રીલ્‍સ જોઈને ત્‍યારે લોકો પણ , આપણી જેમ ભૂલી જ જશે! શું કરવું ? જવાબ આ નાટકમાં છે - શરૂઆતમાં હસાવશે - ખુબ જ - પછી સ્‍તબ્‍ધ કરી દેશે ને પછી ચૂપ રહેવાની માનસિકતા સામે કારો ઘા આપશે ! પ્‍લીઝ તમે તો આ નાટક જોવો જ - પણ તમારા સંતાનોને પણ દેખાડો અને હા નામ વુમનિયા  છે એટલે ખાલીસ્ત્રીઓ એ નહિ , પરંતુ દરેક પુરુષે માણવા જેવું નાટક છે

સાંપ્રત સમયમાં સૌમ્‍ય જોશી એટલે રંગભૂમિનું શિખરનું નામ.અમિતાભ અને ઋષિ કપૂર અભિનિત ફિલ્‍મ ૧૦૨ નોટ આઉટ ફિલ્‍મના સ્‍ક્રિપ્‍ટ રાયટર,નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્‍મ હેલ્લારોના ગીત અને ડાયલોગ રાઇટર,આદિત્‍ય ગઢવી દ્વારા સ્‍વરબદ્ધ  ફેમસ ગીત ‘‘ગોતી લો ....''ના ગીતકાર જેને ગુજરાતને વિશ્વ ફલક પર ઓળખ અપાવી અને ગુજરાતી રંગભૂમિની ટ્રેનને ફરીથી પાટા પર દોડાવી. દોસ્‍ત ચોકકસ અહીં એક નગર વસતું હતું હોય, આઠમાં તારાનું આકાશ હોય કે વેલકમ જિંદગી સૌમ્‍યના નાટકોએ હંમેશા દર્શકોને નવો દ્રષ્ટિકોણ આપ્‍યો છે. હળવી શૈલીમાં રસસભર રજૂઆત એ સૌમ્‍યના નાટકની આગવી વિશેષતા છે કયારેક અમદાવાદની પોળની મંશીડોશીને  યુએસ જવાના સપના આવે અને કયારેક એક પોલીસમેનની પ્રેમકથા હોય. ‘‘ઓહ વુમનિયા''  એટલે આ જ વિશેષતાનું નવું ઉદાહરણ.

આ નાટકે આવતાની સાથેજ જન્‍મભૂમિ એવોર્ડ્‍સમાં શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ સ્‍ક્રિપ્‍ટ અને શ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્‍કારો મેળવી લીધા છે.મહારાષ્‍ટ્ર અને ગુજરાતમાં અનેક શો કરી સંવેદનશીલ દર્શકોના દિલમાં પોતાનું સ્‍થાન બનાવી લીધું છે. જીજ્ઞા વ્‍યાસ અભિનીત આ એક એવું નાટક છે જે ટ્રેનમાં અનોખી, રમુજી વાતચીતોનો ઉપયોગ કરીનેસ્ત્રીના આંતરિક વિશ્વને એકદમ બારીકાઇથી રજૂ કરવામાં આવી છે . ખાસ વાત એ કે આ નાટકસ્ત્રીઓની વાત નથી -સ્ત્રી સાથે કોઈ પણ સંબંધે જોડાયેલા એ દરેક પુરુષની વાત છે જે સમજવાં છતાં - જાણવા છતાં ચૂપ રહેવાને રિવાજ અને આદત ગણે છે !  આ નાટક ટ્રેનના ડબ્‍બામાં હળવાશભર્યા વાર્તાલાપથી શરૂ થઈ એક ઘેરો વળાંક લે છે, જે પ્રેક્ષકોને ગંભીર મુદ્દાઓ પર વિચારવા અને  ચિંતન કરવા પ્રેરે છે. સ્ત્રીઓની જટિલ લાગણીઓ અને અનુભવોમાં ઊંડા ઉતરી આ નાટક અંતે તમને સ્‍તબ્‍ધ કરી મૂકે છે. લાઈવ નળત્‍ય અને સંગીતથી નાટક ઘેરું અને અચંભિત કરી મૂકે તેવું બનતું જાય છે.

નાટકનો એક માત્ર પ્રયોગ તા.૩ મે, શનિવાર , રાત્રે ૯.૩૦ કલાકે હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે થશે. ટિકિટ બુકીંગ માટે હેમુ ગઢવી હોલ ટિકિટ વિન્‍ડો સવારે ૧૦ થી ૨, બપોરે ૪ થી ૮ વાગ્‍યા સુધી અથવા કોલ અથવા વોટ્‍સએપ :૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુકમાઇશો.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ આયોજિત ઓહ!! વુમનિયા નાટકના આધારસ્‍તંભોમાં સૌ પ્રથમ નામ હંમેશ મુજબ પથદર્શક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રાનું તથા સમગ્ર અકિલા પરિવારનું છે. સાથે પ્રભુ તોહ બાય પ્રભુ ગ્રુપ , એપલ બેસન, અર્જુન જવેલર્સ, ડબલ હાથી મસાલા અને સરાઝા હોટેલ અને સોશ્‍યલ મીડિયા પાર્ટનર તરીકે આપણું રાજકોટ, આ નાટક તમારા સુધી લાવવા માટે હમસફર બન્‍યા છે. તો રાજકોટ ઝડપથી ટિકિટ બુક કરાવજો કારણકે હવે સારી સારી ટિકિટો ઓછી બાકી રહી છે!

(2:47 PM IST)