<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

હિરાસર એરપોર્ટ સામે CISFના કવાટર્સ બનશે

૭ એકર જમીન મંગાઇઃ કલેકટરે તાલુકા મામલતદાર પાસેથી તાકિદે દરખાસ્‍ત મંગાવી

રાજકોટ, તા.૩૦: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવજોષીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે હિરાસર એરપોર્ટ પાસે એરપોર્ટ સિકયુરીટી સ્‍ટાફ CISF  દ્વારા રહેણાંક ૪૦ થી ૫૦ કવાર્ટર બનાવ્‍યા  અંગે તંત્ર પાસે ૭ એકર જમીન મંગાઇ છે, જે બજાર ભાવ પ્રમાણે અપાશે. 

કલેકટરે જણાવેલ કે આ જમીન હિરાસર  એરપોર્ટની સામેની બાજુએ આવેલી છે, આ ૭ એકર જમીન અંગે તાકિદે દરખાસ્‍ત મોકલવા તાલુકા મામલતદારને આદેશો કરાયા છે, તાલુકા મામલતદાર હવે સ્‍થળ તપાસ કરી પ્રાંતને રીપોર્ટ કરશે, અને પ્રાંત દ્વારા બાદમાં કલેકટરને દરખાસ્‍ત થશે.

(2:44 PM IST)