<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

રાજકોટના ઘણા ખરા વિસ્‍તારોમાંથી જંત્રીમાં ઘટાડો

કરવા કલેકટર વડપણ હેઠળની કમિટીની ખાસ ભલામણ ઘણા વિસ્‍તારોમાં જંત્રી વધારવા અંગે દરખાસ્‍તો આવી છેઃ અમે રીપોર્ટ મોકલ્‍યો છેઃ પ્રભવ જોષીનો નિર્દેશ

રાજકોટ તા. ૩૦: તાજેતરમાં રાજય સરકારે નવી જંત્રી લાગુ કરતા પહેલા વાંધા-સૂચનો મંગાવ્‍યા હતા, રાજકોટ શહેર-જીલ્લામાં સંખ્‍યાબંધ વાંધાઓ-સૂચનો તથા જંત્રીમાં વધારો-ઘટાડો કરવા અંગે કલેકટર સમક્ષ દરખાસ્‍તો આવી હતી. આ વાંધાઓ બાદ કલેકટરે સંબંધીત અધીકારીઓ સાથે મીટીંગો યોજી સૂનાવણી હાથ ધરી હતી, અને બાદમાં નિર્ણય લઇ કમિટીએ રીપોર્ટ મોકલ્‍યો છે.

કલેકટર કચેરીના ટોચના અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે રાજકોટ શહેરના સંખ્‍યાબંધ વિસ્‍તારોમાં જંત્રીમાં ઘટાડો કરવા લોકોની દરખાસ્‍ત આવી હતી, અને કલેકટરની વડપણ હેઠળ કમિટીએ જંત્રીમાં ઘટાડો કરવા અંગે રાજય સરકારને ખાસ ભલામણ કરતો રીપોર્ટ મોકલી દીધો છે.

આ અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, ૯૦થી વધુ વિસ્‍તારોમાં જંત્રી વધારવા દરખાસ્‍તો પણ આવી છે, આમાં ખાનગી બીલ્‍ડરો, અને અન્‍ય ખાનગી એસો.નો પણ સમાવેશ થાય છે.

દરમિયાન આ મુદ્‌ે આજે કલેકટરે પત્રકારોને જણાવેલ કે અમે રીપોર્ટ મોકલી દિધો છે, હવે રાજય સરકાર તમામ બાબતે નિર્ણય લેશે.

(4:04 PM IST)