News of Wednesday, 30th April 2025
ગોળ કેટલો ગળ્યો ? મનપાએ ૧૦ નમૂના લીધા
ફૂડ શાખાનું પરાબજાર મેઇન રોડ, કંદોઇ બજારમાં ફૂડ શાખાનું ચેકીંગ : ન્યુ જાગનાથ શ્રી રામ ફ્રુટ એન્ડ કોલ્ડ્રીંકસમાંથી ૩ કિલો વાસી ફ્રુટનો નાશ : નાનામવાની રામ મસાલા માર્કેટના ૬ ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટીસ

રાજકોટ, તા. ૩૦ : શહેરના લોકોના ઉનાળામાં સ્વાસ્થ્ય જાળવી રાખવા મનપા દ્વારા વિવિધ વિસ્તારોના ખાદ્ય પદાર્થ ઉત્પાદકો-વેચાણકર્તાઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અન્વયે ફૂડ શાખા દ્વારા ન્યુ જાગનાથ વિસ્તારમાંથી વાસી ફૂટના ૩ કિલો જથ્થાનો નાશ કર્યો હતો. ઉપરાંત નાનામવા સર્કલ મસાલા માર્કેટના ૬ ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટીસ આપી પરાબજાર, કંદોઇ બજાર વિસ્તારમાંથી ગોળના ૧૦ નમૂના લોવમાં આવ્યા હતા.
મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અભય એપાર્ટમેન્ટ -૧૩, ન્યુ જાગનાથ, મુકામે આવેલ ૅશ્રીરામ ફ્રૂટ ્રૂ કોલ્ડ્રિંક્સૅ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ કાપેલા વાસી ફ્રૂટનો અંદાજીત કુલ ૦૩ કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા જ્લ્ષ્ વાન સાથે શહેરના નાનામવા સર્કલ રામ મસાલા માર્કેટ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૬ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૧ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
જેમાં ભગવતી મસાલા ભંડાર, ઉમિયાજી મસાલા ભંડાર , ઉત્તમ મસાલા માર્કેટ , ખેડૂત મરચાં ભંડાર , રામનાથ મરચાં, ખોડિયાર ઘઉં ભંડારને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
ગોળના ૧૦ નમૂના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત કુલ ૧૦ નમૂના લેવામાં આવેલ જેમાં કોલ્હાપુરી ગોળ (લુઝ): ગોકુલ ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, દેશી ડબાનો ગોળ (લુઝ): જયદીપ ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, કોલ્હાપુરી ગોળ (લુઝ): અલી હુસૈન બદ્રુદિન ભારમલ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, શ્રીજી શુધ્ધ દેશી ગોળ (૯૫૦ ગ્રામ પેક્ડ): અલી હુસૈન બદ્રુદિન ભારમલ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, કોલ્હાપુરી ગોળ (લુઝ): અજયભાઈ ભરતભાઇ સોમૈયા, કંદોઇ બજાર કોર્નર, પરાબજાર મેઇન રોડ, સુખડી ગોળ (લુઝ): અજયભાઈ ભરતભાઇ સોમૈયા, કંદોઇ બજાર કોર્નર, પરાબજાર મેઇન રોડ, ઁરાજમણીઁ શુધ્ધ દેશી ગોળ (૯૫૦ ગ્રામ પેક્ડ): મે. અંદરજી ગોકલદાસ ગોળવાળા, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, કોલ્હાપુરી દેશી ગોળ (લુઝ): મે. અંદરજી ગોકલદાસ ગોળવાળા, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, શુધ્ધ દેશી ગોળ (બરફી) (લુઝ): પીતામ્બરદાસ ભવાનભાઈ કક્ક્ડ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ તથા આદિનાથ દેશી ગોળ (૯૫૦ ગ્રામ પેક્ડ): અન્નપૂર્ણા ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, ખાતે સેમ્પલ લેબ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવેલ. (૯.રર)
(3:13 PM IST)










