હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એસટીની ઇલે. બસ ઉનાળામાં તપ્યા વિના ચાલી શકે તો મનપાની જ બસોની બેટરી ગરમ થાય ?
એક સરખી ઇલકેટ્રીક બસો બંધ કરવી પડી તેથી ખરીદીમાં કાચુ કપાયુ હોવાનો આક્ષેપ કરતુ કોંગ્રેસ

રાજકોટ, તા. ૩૦ : શહેરમાં ૪પ ડિગ્રી તાપમાનના બંધ કરવામાં આવેલ સીટી બસ એજન્સી સામે દંડનીય કાર્યવાહી કરવા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમીશનરને પત્ર પાઠવી રજુઆત કરવામાં આ અંગે પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવામાં શહેરમાં જે સીટી બસો દોડી રહી છે ટેકનિકલ ખામીને પગલે સુવિધાને બદલે સમસ્યા ઉદ્ભવી છે. શહેરમાં ૬૦ જેટલી બસો ૪૫ ડિગ્રી તાપમાનમાં ગરમ થઈ જતા બંધ કરવી પડી હતી. સવા કરોડની બસ હોય તે બંધ થઈ જાય અને ૪૦ લાખની બસ ઓન ધ રોડ ચાલી રહી છે. જે પગલે અનેક મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. આ તમામ બસોમાં ટેકનિકલ ક્ષતિઓ હોવાનું બહાર આવેલ છે. રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ જાણ્યા વગર ખરીદી કરી હોવાનું સ્પષ્ટ જણાય છે.
વધુમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા અને એજન્સી પીએમઆઇ સાથે આ અંગે ટેકનિકલ ક્ષતિઓ સુધારવા અંગે ચર્ચા કરી છે.
ઊંચા તાપમાનમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઈલેક્ટ્રીક બસ બંધ કરવામાં આવી હતી પરંતુ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) દ્વારા ચલાવવામાં આવતી ઈલેક્ટ્રીક ૨૧ બસો ઓન ધ રોડ રાજકોટમાં જ ચાલી રહી હતી. એક સરખા સિદ્ધાંત અને ટેકનોલોજીની મદદથી ચાલતી બસોમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા બંધ કરાય અને એસટી તંત્ર દ્વારા ચાલુ રખાય ત્યારે મહાનગરપાલિકા દ્વારા આજી ખરીદ કરાયેલ એજન્સી શંકાના દાયરામાં છે.
બસો બંધ કરવી પડે એ એજન્સીની ખામી દર્શાવે છે આ અંગે મુસાફરોને પડેલ તકલીફ બદલ એજન્સીને પેનલટી થવી જોઈએ અને જે બસો બંધ કરવામાં આવી છે તે તાત્કાલિક અસરથી જે કંઈ ખામી હોય તે સુધારી મુસાફરો હિતમાં તાત્કાલિક શરૂ કરવા માંગ કરવામાં આવી હોવાનું અતુલ રાજાણીએ જણાવ્યું હતું. (૯.ર૦)










