<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

રઘુવંશી શૌર્ય સંગઠનની સ્‍થાપનાઃ પ્રદેશ પ્રમુખ મયુર નથવાણી-ઉપપ્રમુખ મહેશ નગદીયાઃ સ્‍થાયી સમિતિની રચના

સામાજીક સમરસતા ઉત્‍થાન, રોજગારી, શૈક્ષણિક વિકાસ સહિતની કામગીરીઓ કરશે

રાજકોટઃ રઘુંવશી લોહાણા સમાજ દ્વારા સમાજના સામાજીક સમરસતા, ઉત્‍થાન, રોજગારી અને શૈક્ષણિક વિકાસ વૈવાહિક સુગમતા તેમજ રાજકીય નેતૃત્‍વના ધ્‍યેય સાથે રઘુવંશી શૌર્ય સંગઠનની સ્‍થાપના કરવામાં આવી છે.

જે અંતર્ગત સ્‍થાયી વરણી સમિતિની રચના કરવામાં આવી જેમાં સર્વ શ્રી હિતેન્‍દ્રભાઇ વડેરા-૯૮૯૮૪ ૯૩૬૩૮, હિરેનભાઇ મશરૂ, નિરવભાઇ રાયચુરા-૭૬૯૮૫ ૦૮૦૮૦, ગોપાલભાઇ ઉનડકટ, પરેશભાઇ શીંગાળા, હિતેશભાઇ પંચમતીયા, સોનલબેન સોમૈયા, હેમાબેન રૂપારેલિયા આસ્‍થાપી વરણી સમીતી દ્વારા સંસ્‍થાનું નામકરણ કરવામાં આવ્‍યું અને સંસ્‍થાના પ્રદેશ પ્રમુખ શ્રી મયુરભાઇ નથવાણી-૭૯૯૯૯ ૯૯૮૫૦ અને વરિષ્‍ટ ઉપપ્રમુખ શ્રી મહેશભાઇ નગદીયાની વરણી કરવામાં આવી.

સંસ્‍થાના વૈચારીક બીજનાં દાતા જયદીપભાઇ તન્‍ના અગ્રણી શ્રી સંજયભાઇ પોપટ સેવા આપી રહયાનું જણાવાયું છે.

શૈક્ષણિક વિકાસ માટે તાલીમ અને રોજગાર માટેની નવી પ્રવૃત્તિઓ શરૂ કરવી અને સમાજની અનેક સંસ્‍થાઓ દ્વારા આવા કાર્યો થાય છે તેમાં મદદરૂપ થવું, આવી સંસ્‍થાઓની માહિતી દરેક વ્‍યકિત સુધિ પહોંચાડવી, રાજકીય ક્ષેત્ર વર્ષોથી સમાજનું નેતૃત્‍વ અત્‍યંત કથળેલું છે. જે નેતૃત્‍વ ખુબ સબળ થાય અને સમાજનાં ઉત્‍સાહી લોકો જે આગળ આવવા વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે તેમને પીઠબળ પૂરૂ પાડવું અને નવયુવાનો અને મહિલાઓને આ ક્ષેતંમાં આગળ વધવા પ્રોત્‍સાહિત કરવા. ધંધાકીય, ઔદ્યોગિક, નોકરી અને રોજગારીની વિપુલ તકોઉભી કરવી અને સમાજના દરેક વ્‍યકિતને આનો લાભ મળે તેવા પ્રયત્‍નો કરવા અને છેલ્લે વૈવાહિક સુગમતા એટલે કે સમાજમાં લગ્નને લગતા તમામ પ્રકારના પ્રશ્‍નોનો સરળતાથી ઉકેલ લાવવા પ્રયત્‍ન ખાસ જેમાં દિકરા-દિકરીના લગ્ન માટે સુગમતા ઉભી કરવી જેવા વિચારો રજૂ   કરવામાં આવ્‍યા હતા.

તસ્‍વીરમાં રઘુવંશી શૌર્ય સંગઠનના હોદ્દેદારો મયુર નથવાણી, હિતેન્‍દ્રભાઇ વડેરા, નિરવ રાયચુરા, અશોક હિન્‍ડોચા નજરે પડે છે.

(3:56 PM IST)