News of Friday, 2nd May 2025
શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારના પ્રશ્નોના ઉકેલ અને વિકાસને વેગ માટે સંકલિત પ્રયાસ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદએ બેઠક યોજી : શાળા પ્રવેશોત્સવ વખતે ૧૦૦% નામાંકનની નેમ : જનઆરોગ્ય જાળવવા પર ભાર

રાજકોટઃ જિલ્લા પંચાયત દ્વારા શાપર-વેરાવળ ખાતે ઉદ્યોગકારો સાથે યોજાયેલ બેઠક પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, ડી.ડી.ઓ. શ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૯.૧૩)
રાજકોટ, તા. ર : થોડા દિવસ પહેલા આજરોજ તા.૨૫-૦૪-૨૦૨૫નાં રોજ માન જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ શ્રી અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગીક વિસ્તારનાં લાંબા સમયથી વણ ઉકેલ જુદી-જુદી સમસ્યાઓનાં ઉકેલ માટે શાપર-વેરાવળ ઔદ્યોગીક એશોસીયેશનનાં હોલ ખાતે ચર્ચા માટે એક મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું આ મિટીંગમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, રૂડાની સીઇઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસુલ, પંચાયત, વિકાસ, જિલ્લા પંચાયતનાં સદસ્ય, જિલ્લા પંચાયતનાં લાઈન ડિપાર્ટમેન્ટનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા અન્ય અધિકારીશ્રીઓ, ગુજરાત પ્રદુષણ બોર્ડનાં અધિકારી, શાપર-વેરાવળ ઔદ્યોગીક એશોસીયેશનનાં પ્રમુખ, ઉપપ્રમુખશ્રી તથા કારોબારી સદસ્યો,, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ શાપર, તલાટ-કમ-મંત્રી શાપર-વેરાવળ તથા અન્ય આગેવાનો વિગેરે હાજર રહેલ હતા આ મિટીંગમાં આ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી વણ ઉકેલ જુદી-જુદી સમસ્યાઓ તથા વિકાસનાં કામો બાબતે ચર્ચા વિચારણા કરતા રજુ થયેલ સમસ્યાઓ બાબતે લગત અધિકારીશ્રીઓને સમયસર નિકાલ માટે સુચનાઓ આપવામાં આવેલ હતી. આ ઉપરાંત આ વિસ્તારનાં જુદા-જુદા વિસ્તારોની સ્થળ મુલાકાત લઇ શ્રમિકોનાં બાળકોનાં આરોગ્ય, પોષણ અને શિક્ષણ માટે જરૂરી સુચનાંઓ આપવામાં આવેલ હતી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આગામી શાળા પ્રવેશોત્સવમાં શાળા પ્રવેશ લાયક ૧૦૦ ટકા બાળકોને સમાવી લઇ તેઓ શિક્ષણથી વંચિત ન રહે તે બાબત પર ખાસ ભાર આપવમાં આવ્યો. આ વિસ્તારમાં કોઇ રોગચાળો ફાટી ન નીકળે તે માટે જરૂરી આરોગ્ય લક્ષી કામગીરી કરવા, આ ઉપરાંત જાહેર સ્થળોએ ગંદકી હટાવવા જરૂરી સાફ-સફાઈ માટે પણ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે. તથા આ વિસ્તારમાં વિકાસનાં કામો અંગે પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.(૯.૧૩)
(11:41 AM IST)










