<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિનાં ભુલકાઓ માટે હોબી કેમ્‍પ યોજાયો

શ્રી સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિદ્યા પ્રસારક મંડળ, સ્‍વ. ડી.એમ.જોષી સ્‍મૃતિ ટ્રસ્‍ટ(મેડીકલ), યુવા સંગઠન અને મહિલા પરિષદ દ્વારા આયોજીત ‘‘બાળકોનો હોબી કેમ્‍પ''માં જ્ઞાતિજનોના બાળકોનો ભવ્‍યાતી ભવ્‍ય પ્રતિસાદ સાપડેલ છે. ત્રણ દિવસમાં બાળકોએ મુક્‍ત મને ચિત્રો દોર્યા, પોતાની ઓળખાણ વિવિધ ભાષાઓમાં આપેલ, સુંદર મજાની માટીકામ તેમજ ડેકોરેશન કરેલ, પ્રાર્થના અને શ્‍લોક પઠન, કેનવાસ પેઈન્‍ટીંગ, યોગ ધ્‍યાનની પ્રાથમીક માહિતી, આર્ટ એન્‍ડ ક્રાફટ વર્ક, મ્‍યુઝીક ચેર, અને સ્‍પોર્ટસ ડે તેમજ શાખાની રમત અને વંદે માતરમનું ગાન કરેલ. અને એક દિવસીય સાયન્‍સ સિટીની મુલાકાત અને ઈશ્‍વરીયા મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. જેમાં ૪૭ ભુલકાઓ જોડાયા હતા. દિપ પ્રાગટયમાં ચેતનભાઈ દવે(જીલ્લા રોજગાર અધિકારી) ડો.શ્‍વેતા મહેતા ત્રિવેદી(ગાયનેક- રાજ હોસ્‍પિટલ) ડો.હરિજ્ઞા દવે(વોકહાર્ટ - હોસ્‍પિટલ) અને ટ્રસ્‍ટીશ્રીઓ જનકભાઈ મહેતા તથા ભરતભાઈ પાઠક તેમજ બીજા દિવસે દેવેન્‍દ્રભાઈ દવે (સિનિયર પત્રકાર-ફુલછાબ) અને તુષાર ભટ્ટ (સિનિયર પત્રકાર -અકિલા)એ હાજરી આપેલ અને બાળકોનો ઉત્‍સાહ વધારેલ, શાખાની અને વિવિધ રમત મહેશભાઈ દવે (રાણસીકી વાળા)એ રમાડેલ, ત્રણ દિવસ દરમ્‍યાન વિદ્યાર્થીઓને તેમજ વાલીશ્રીઓને નાસ્‍તો અને આઈસક્રીમ અને ભોજન આપવામાં આવેલ જેમના યજમાન તરીકે રમેશભાઈ દવે(સુલતાનપુરવાળા), ચંદ્રેશભાઈ દવે(કુંકાવાવ), અદિત્રી પુનિત દવે, પ્રાપ્‍તિ વિપુલ દવે (કુંકાવાવ), પ્રદિપભાઈ દવે, (હંસા પ્રોવિજન સ્‍ટોર), ભોજન પ્રસાદ રાજુભાઈ મહેતા (એસ.ટી.) નરેન્‍દ્રભાઈ ભટ્ટ(ટેલીફોન વાળા) યશ હસુભાઈ દવે (દવે આર્ટવાળા) તરફથી આપવામાં આવેલ. ભાગ લેનાર વિદ્યાર્થીઓને જ્ઞાતિના વડીલો, તેમજ આગેવાનો કાર્યકર્તાઓએ રૂબરૂ ઉપસ્‍થિત રહીને પ્રોત્‍સાહિત કરેલ. કેમ્‍પના કન્‍વીનર આશિષ દવેના માર્ગદર્શન અને નાસ્‍તા ભોજનની જવાબદારી જયેશ જોષી (જાંબુ) નિભાવેલ તેમજ મંડળના તમામ કાર્યકરોઓએ જહેમત ઉઠાવેલ હતી. તેમ માનદ મંત્રી વિપુલભાઈ દવેની યાદીમાં જણાવાયું છે.(૪૦.૨૭)

(11:44 AM IST)