<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

બ્રિટીશરો, ઝીણા, માઉન્‍ટબેટન અને નહેરૂની ભુમીકા શું હતી ?

કાશ્‍મીર સમસ્‍યા... નાસુર બની ચુકેલી વાસ્‍તવિકતા

રાજકોટ, તા., રઃ કાશ્‍મીરમાં તાયફાવાળાઓના હુમલા અને તેના સંદર્ભમાં બનેલી શ્રેણીબંધ ઘટનાઓ એક એવું ચિત્ર ઉભુ કરતી હતી. જેમાં ગદારી, દેશપ્રેમ, મજબુરી, દીર્ઘદ્રષ્‍ટીનો અભાવ, વાસ્‍તવિકતાનો સટીક અંદાજ બાંધવાની નિષ્‍ફળતા ઉપરાંત દેશના જવાનોના લોહીનો લાલ રંગ સામેલ હતો. નવનિર્મિત ભારતમાં એક અલ્‍કપનીય સમસ્‍યા કાશ્‍મીરના રૂપમાં બહાર આવી હતી. ત્‍યારે માઉન્‍ટબેટન ભારતના પ્રથમ ગર્વનર જનરલ હતા. (અલબત નહેરૂના મુલામય આગ્રહના કારણે)

તે સંજોગોમાં ઝીણાની કુટીલતા અને કપટી વિનંતી મહારાજા હરીસિંહે નકારી કાઢતા ઝીણા સહીતની નેતાગીરી સક્રિય બની ગઇ. તાત્‍કાલીક એક વિશ્વાસુ ગુપ્તચરને કાશ્‍મીર મોકલવામાં આવ્‍યો અને તે ગુપ્તચરે 48 કલાકમાં ઝીણાને જે રીપોર્ટ આપ્‍યો તેના આધારે ઝીણા અને લીકાયતે અત્‍યંત ગુપ્ત રીતે આક્રમણની યોજના ઘડી કાઢી. યોજના એ હદે ગુપ્તતાના આવરણ નીચે છુપાવવામાં આવી હતી કે પાકિસ્‍તાનની લશ્‍કરી અફસરો,  સિવિલ સર્વન્‍ટસ અને નવા બનેલા પાકિસ્‍તાનના વહીવટી માળખામાં ગોઠવાયેલા બ્રિટીશ અફસરોને ગંધ સુધ્‍ધા ન આવી.

આ યોજનાનો બીજો હેતુ એ હતો કે પાકિસ્‍તાનને બ્રિટીશો પાસેથી ઉત્તર-પヘમિના સરહદી ઇલાકાના પઠાણોનો પ્રશ્ન વારસામાં મળ્‍યો હતો. આ પ્રદેશમાં શાંતિ જાળવવી તે લોઢાના ચણા ચાવવા જેવી બાબત હતી. આ પઠાણ જનજાતીઓ પાકિસ્‍તાન વફાદાર છે તેમ માનવાને કોઇ દેખીતુ કારણ ન હતું.

બ્રિટનના છેલ્લા ગવર્નર સર ઓલાફ કેરોયેના અહેવાલ મુજબ અફધાનીસ્‍તાનના રાજાએ આ પ્રદેશમાં અંધાધુંધી ફેલાવવા માટે પોતાના ગુપ્‍તચરો કયારના ધુસાડી દીધા હતા, જેથી અફધાનીસ્‍તાન પોતાનો વિસ્‍તાર પેશાવર અને સિંધુના કિનારાઓ સુધી ફેલાવી શકે હવેઆ ભયાનક ધાડાઓને કાશ્‍મીર મોકલવાથી હાલ પુરતુ સ્‍થાનીક દબાણ હટી જાય અને કાશ્‍મીરનો કબજો લેવાય જાય તેમ બેવડી ગણત્રી હતી.

પેશાવરના એક મકાનના ભોંયરામાં આ ગુપ્‍ત મિટિંગ આખા કાવત્રાના સુત્રધાર મેજર ખુરશીદ અનવરની આગેવાનીમાં મળી. મેજર ખુરશીદ જેની હિન્‍દુસ્‍તાનના લશ્‍કરમાંથી પૈસા ખાધા બદલ તેની હકાલપટ્ટી કરવામાં આવેલી. ખુરશીદની સમજાવટની પાછળ એક પ્રછન્‍ન લાલચ આ લોકોને નરી આંખે દેખાતી હતી. તે હતી જેહાદ કરતા લુંટ ચલાવવાની તક. ત્‍યાર બાદ કલાકોમાં ખૈબરની પહાડીઓમાં છુપાયેલા હથિયારો અને રાઇફલોના કારખાના ઓમાં ત્‍થા દાણચોરીની વણઝારોમાં મેસેજ ફરી વળ્‍યો સુકા રોટલા, ગોળ,ચણા, મકાઇ અને ખાંડ પીસીને બનાવેલા ‘‘સેતુ'' ની ખરીદી કરવા માટે ગુપ્‍ત એજન્‍ટો બજારે બજારમાં નીકળી પડયા. આ ‘‘સેતુ''ના બે ત્રણ ફાકડા દિવસમાં બે થી ત્રણ પાણી કે ચા સાથે ખાઇને આ લોકો આખો દિવસ ખેંચી કાઢતા.

જયારે કાશ્‍મીર ઉપર આ પઠાણ જનજાતીઓના હુમલા શરૂ થાય ત્‍યારે પાસ્‍કિતાનના અંગ્રેજ સેનાપતિ મેસરવી 6,000 માઇલ દુર લંડનમાં હાજર હોય તે આ કાવત્રાનું હાર્દ હતું.લંડન ગયેલા જનરલ મેસરવીની જગ્‍યાએ મેજર જનરલ ડગ્‍લાસ ગ્રેસી પાકિસ્‍તાનના સરસેનાપતિ હતા. તેમના સુધી આ ઘુસણખોરીના સમાચાર લશ્‍કરી ગુપ્‍તચરો મારફત મળી ગયા હતા.

બીજી તરફ રાતના અંધારામાં જુની ફોર્ડ સ્‍ટેશન વેગનની પાછળ બતી વગરની ટ્રકોનો કાફલો ચુપચાપ આગળ વધીને પોતાને મળનાર સિગ્નલની રાહમાં હતા. સ્‍ટેશન વેગનમાં સારબ હયાતખાન નામના ર3 વર્ષનો મુસ્‍લીમ લીગની લીલી ખમીસ ટુકડીઓનો નેતા ચિંતાતુર રીતે જેલમના પુલ ઉપર જયા પુર્વનિર્ધારીત સંકેતની રાહ જોતો ઉભો હતો ત્‍યાં પુલ પુરો થયે કાશ્‍મીરની સરહદ ચાલુ થતી હતી.

કાશ્‍મીરમાંથી મળનારો સંકેત એ હતો કે પેલી તરફથી જયારે તેને હવાઇની રોશની દેખાય ત્‍યારે સમજી જવાનું હતું કે રાજા હરીસિંહના લશ્‍કરી એકમોએ બગાવત કરી છે અને તેમના હિન્‍દુ અફસરોની હત્‍યા કરી ટેલીફોન લાઇનો કાપી નાખી છે. થોડી વાર પછી સાબરખાનને હવાઇની રોશની દેખાઇ તે સાથે કાશ્‍મીરનું યુધ્‍ધ શરૂ થઇ ચુકયું હતું. (4.24)   

(ક્રમશઃ)

આલેખન, સંકલન

આશિષ યોગેન્‍દ્ર દવે

રાજકોટ.

(2:39 PM IST)