<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

4 મેઃ વર્લ્‍ડ લાફટર ડે વિશ્વ હાસ્‍ય દિવસ

રાજકોટઃ (1). વર્લ્‍ડ લાફ્‌ટર ડે દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. વર્લ્‍ડ લાફ્‌ટર ડે ની શરૂઆત ભારતમાં થયેલ છે. ભારતમાં સૌ પ્રથમની ઉજવણી 11 જાન્‍યુઆરી 1998નાં રોજ મુંબઈમાં કરવામાં આવેલ હતી. તેનું આયોજન  વર્લ્‍ડવાઈડ લાફ્‌ટર યોગા મુવમેન્‍ટ દ્વારા કરવામાં આવેલ હતું, તેમાં 12000 મેમ્‍બર્સ મુંબઈના તથા ઇન્‍ટરનેશનલ લાફિંગ ક્‍લબના ભેગા થયેલા.

(2) આ દિવસની ઉજવણી હવે વિશ્વભરમાં કરવામાં આવે છે. વિશ્વ હાસ્‍ય દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ તંદુરસ્‍તી,આનંદ અને દુનિયામાં શાંતિ અને ભાઈચારો ફેલાવવાનો છે. હાસ્‍ય તંદુરસ્‍તી માટે અકસીર દવા છે.

(3). વર્લ્‍ડ લાફ્‌ટર ડે ના દિવસે લાફિંગ ક્‍લબના સભ્‍યો ફેમિલી સહિત એક સ્‍થળે એકઠા થાય છે અથવા તો પોત પોતાની ક્‍લબોમાં કસરત કરીને જુદા જુદા મનોરંજન કાર્યક્રમો ગોઠવે છે અને તંદુરસ્‍તી તથા વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરે છે. લાફ્‌ટર ડે ના દિવસે બધા મેમ્‍બરો ભેગા મળીને પ્રોસેસન કાઢે છે અને નીચેના બેનરો બનાવી લોકોને લાફ્‌ટર વિશે માહિતી આપે છે.

(અ)લાફ્‌ટર દ્વારા વિશ્વમાં શાંતિ. (બ) આખું જગત એક વિસ્‍તળત કુટુંબ છે. (ક) હસો અને બીજાને હસાવો. (ડ) લાફિંગ ક્‍લબમાં જોડાવ તે તદ્દન નિઃશુલ્‍ક છે.

સૌથી પહેલું લાફ્‌ટર ડે ગેધરીંગ ઇન્‍ડિયા ની બહાર થયેલ, 2000 ની સાલમાં ડેનમાર્કમાં મનાવવામાં આવેલ તેમાં 10000 મેમ્‍બર એકઠા થયેલ, જે એક  રેકોર્ડ હતો અને તેને ગીનીશ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ માં સ્‍થાન આપવામાં આવેલ.

હાસ્‍ય ખરેખર તો એક પ્રકારની શારીરિક કસરત જ છે એ ધ્‍યાનમાં રાખીને તેમાં ફક્‍ત વિનોદવળત્તિ અને મજાકિયા વળત્તિ જ રહેલી છે એમ માની લેવું ભૂલ ભરેલુ છે. સમુહમાં જ્‍યારે આ કસરત કરવામાં આવે છે ત્‍યારે લોકોમાં બાળક જેવો આનંદનો સંચાર થઈ જાય છે અને અન્‍યોન્‍યના હાસ્‍યથી  ઉત્‍પન્ન આંદોલનો તેમનામાં ગજબની સ્‍ફૂર્તિ પેદા કરે છે.

પળથ્‍વી પરના પાંચ ખંડોમાં કાર્યરત લગભગ 20000 થી વધુ લાફિંગ ક્‍લબો ચાલે છે. ગુજરાતમાં 385, અમદાવાદમાં 185 અને રાજકોટમાં 15 લાફિંગ ક્‍લબ ચાલે છે. લાફિંગ ક્‍લબની 375 વેબસાઈટ છે તેની ઉપર 87 સંશોધનો થયા છે. ભારતમાં 6000 લાફિંગ ક્‍લબ ચાલે છે.

સંકલનઃ- અરવિંદ વોરા

રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ લાફિંગ

ક્‍લબ કમિટી

મો.94268 49718

(4:34 PM IST)