<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ખોડલધામ યુવા પ્રિમિયર લીગનો પ્રારંભ : કુલ ૩૨ ટીમો મેદાનમાં : પાળના ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં બેટીંગ-બોલીંગની જામતી સટાસટી

રાજકોટ : ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડની યુવા પાંખ ખોડલધામ યુવા સમિતિ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પાળ ગામે એસ.જી. ક્રિકેટ કલબ ગ્રાઉન્‍ડ ખાતે શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર લીગનો પ્રારંભ થયો છે. ઉદ્દઘાટન સમારોહમાં ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલ, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજય સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, ભાજપ યુવા મોરચાના ગુજરાત પ્રદેશ પ્રમુખ માધવભાઇ દવે, દંડક મનિષભાઇ રાડીયા, અશ્વિનભાઇ મોલીયા, રૂપેશભાઇ મહેતા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. નરેશભાઇ પટેલ સહીતના મહેમાનોએ બેટીંગ પર હાથ અજમાવી ક્રિકેટરોને પ્રોત્‍સાહિત કર્યા હતા. પ્રથમ દિવસે ચાર મેચો રમાયા હતા. ૮ મે સુધી ચાલનારી શ્રી ખોડલધામ યુવા પ્રિમિયર લીગમાં ગુજરાતભરમાંથી કુલ ૩૨ ટીમો ભાગ લઇ રહી છે.

(2:41 PM IST)