News of Friday, 2nd May 2025
વન નેશન-વન રેશનકાર્ડના જથ્થા માટેની પરમીટમાં આ મહિનાથી ધરખમ ફેરફાર કરતા ભારે દેકારોઃ એસો. દ્વારા DSO ને રજૂઆત...
આવી પરમીટમાં પહેલા દૂકાનદારો ઝોનલને અરજી કરે, ઝોનલ DSO ને મોકલે અને DSO ગાંધીનગર મોકલે પછી બધુ મંજૂર થાય... :આવી મંજૂરીમાં તો દિવસો નીકળી જાયઃ હાલની વર્તમાન પધ્ધતિ ચાલુ રાખોઃ બધુ ઓનલાઈન સિસ્ટમથી હાલ ગેરરીતિની કોઈ શકયતા નથી...

આજ સસ્તા અનાજના દુકાનદાર અગ્રણીઓએ વન નેશન-વન રેશનકાર્ડ અંગે DSO ને વિસ્તૃત રજૂઆત કરી તે નજરે પડે છે
રાજકોટ, તા.૨: રાજ્યના સસ્તા અનાજના દુકાનદાર ભાઈઓ ONORC (વન નેશન વન રેશનકાર્ડ)ના જથ્થા માટેની પરમીટ એપ્રિલ ૨૦૨૫ સુધી ચલણ જનરેટ કરતી વખતે જોઈતો જથ્થો ફિલ કરીને મેળવી શકતા હતા, પરંતુ મેં ૨૦૨૫ના માસથી આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવેથી જે દુકાનદાર ભાઈઓને ONORC હેઠળ પોર્ટેબિલિટી પરમિટનો જથ્થો મેળવવો હશે કે જેના દ્વારા રાજ્યના જુદા જુદા તાલુકા જિલ્લાના કે આંતરરાજ્યના ગ્રાહકોને જથ્થો આપી શકાય એના માટે દુકાનદારો દ્વારા મહિનાની બીજી તારીખ સુધીમાં એમના વિસ્તારના તાલુકાકક્ષાના અધિકારીઓ શહેરી વિસ્તારના પુરવઠા શાખાના ઝોનલશ્રીઓ તથા તાલુકા પુરવઠા શાખાના ના.મામલતદારશ્રીઓને દુકાનદારો એ પોતાની ડીમાંડ મૂકવાની રહેશે અને આ અધિકારીઓ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સુધી આ ડિમાન્ડ પહોંચાડવામાં આવશે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પુરવઠા વિભાગમા દરખાસ્ત કરશે આ દરખાસ્તને અનુસંધાને ONORC ની પરમીટ જનરેટ થશે આ સમગ્ર પ્રક્રિયા બાદ ગોડાઉન ખાતેથી આ જથ્થો દુકાનદાર સુધી પહોંચશે આ પ્રક્રિયા રેગ્યુલર પરમીટ જેટલી સરળ નથી તથા એક રીતે આ પ્રક્રિયામાં પાછલા મહિનાઓના અનુભવ અને અંદાજિત લક્ષ્ય સાથે વેપારીભાઈઓ દ્વારા ડિમાન્ડ મુકવામાં આવે એ ડિમાન્ડ ને એક ચેનલ દ્વારા રેગ્યુલર કરીને પરમિટ સ્વરૂપે મૂકવામાં આવે ત્યારબાદ નિગમના ગોડાઉન અને ડી.એસ.ડી નો રોલ શરૂ થાય અને અંતે આ જથ્થો દુકાને પહોંચે આ સમગ્ર પ્રક્રિયા થોડી જટિલ અને સમય બરબાદ થાય એવી હોય અને આ અગાઉની વ્યવસ્થા કરતા તદ્દન વિપરીત હોય આ પદ્ધતિને લાગુ કરવામાં અથવા તો આ પદ્ધતિ મુજબ કાર્ય કરવામાં ખૂબ જ અગવડતાઓ ઊભી થઈ શકે છે વર્તમાન નવી પદ્ધતિ અને આ અગાઉની પદ્ધતિ બંને પદ્ધતિની સામ્યતા એ છે કે જેમાં વેપારીભાઈ પોતાની ડિમાન્ડ અનુસાર જથ્થો મેળવી શકે છે હવે આ નવી પદ્ધતિમાં અલગ એટલું થશે કે વેપારી ભાઈઓની ડિમાન્ડને તેમના પાછલા મહિનાના ONORC ના વિતરણ મુજબ કદાચ અધિકારીશ્રીઓ દ્વારા મર્યાદિત કરી શકે છે.
પરંતુ અલ્ટીમેટ તો સસ્તા અનાજના વેપારીભાઈઓ રેગ્યુલર કે પોર્ટેબિલિટી કે કોઈપણ સ્વરૂપની પરમીટ દ્વારા જથ્થો મેળવે છે. આ જથ્થાનું સંચાલન નિગમ દ્વારા ૪૫ દિવસની સાયકલ દ્વારા કરવામાં આવતું હોય છે આ જથ્થો ગોડાઉનમાં હોય કે સસ્તા અનાજની દુકાનમાં હોય બધું જ ઓનલાઇન સિસ્ટમથી સંચાલિત કરવામાં આવતું હોય ત્યારે કોઈ પણ પ્રકારે આ જથ્થામાં ગેરરીતી થવાની શકયતા નથી હોતી છતાં પણ આવી રીતના ONORC હેઠળના જથ્થાને મેળવવા માટે નિગમ દ્વારા જે વધારાની વિસંગતતાઓ ઉમેરવામાં આવી છે તે આપણા દેશના વડાપ્રધાનનો જે સંકલ્પ છે કે ભારતનો નાગરિક પોતાની રોજગારી માટે ભારતના કોઈપણ ભાગમાં ગયેલો હોય ત્યાંથી પોતાનું અનાજ મેળવી શકે વડાપ્રધાનશ્રીના સપનાને આ પ્રકલ્પને કયાંક ને કયાંક ONORC ની પરમિટ માટેના નવા નિર્ણયથી નુકસાન થઈ શકે છે વિસ્તાર બહારના ગ્રાહકોએ તથા દુકાનદારોએ હાલાકી ભોગવી પડી શકે છે આવી દરેક બાબતોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ફેર વીચારણા કરીને ONORC હેઠળ મળતી પરમીટને ફરીથી સરળતાની કક્ષામાં મૂકીને પ્રાંતવાદની મર્યાદાઓ દૂર થાય એ દિશામાં આપણા વડાપ્રધાનશ્રીના સપનાને સાકાર કરવા માટે આ પગલું ભરવું જોઈએ.
ઉપરોકત બાબતે આમ રાજકોટ ફેરપ્રાઈઝ એસો.ના આગેવાનો હિતુભા જાડેજા, માવજીભાઈ રાખશીયા, પરેશભાઈ તથા અન્ય અગ્રણીઓ DSO ને મળ્યા હતા. લિસ્ટની રજૂઆતો કરી આવેદનપત્ર પણ પાઠવ્યું હતુ. (રર.૧૪)
(2:59 PM IST)










