<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

રૂડા તંત્ર લાલઘૂમઃ કાલાવાડ રોડ પર આવાસ યોજનાના ૧૯ ફલેટ રદ

દસ્‍તાવેજ, ભાડાકરાર કરાવેલ ન હોય તેવા લાભાર્થીના આવાસ છીનવાયા

રાજકોટ તા.રઃ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા કાલાવડ રોડ પર બનાવવામાં આવેલ EWS_II પ્રકારના આવાસોમાં આજદિન સુધી દસ્‍તાવેજી ભાડાકરાર કરાવેલ ન હોય તેવા ૧૯ આવાસ ધારકોનાં આવાસો રદ કરવામાં આવ્‍યા છે.

આ અંગે રૂડાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS_II પ્રકારના ટી.પી.૧૭ એફ.પી.૮૦, પરિવાર હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, ડેકોરા પાછ્‍ળ, રૂડા નગર - ૩ની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટમાં નીચે પ્રમાણેની યાદી મુજબના આવાસો આવાસધારકોને ફાળવેલ છે. તે આવાસોના દસ્‍તાવેજ/ભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોઈ, આ બાબતે લાભાર્થીઓને અત્રેની કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે પરંતુ આજદિન સુધી આવાસધારકો દ્રારા દસ્‍તાવેજ/ભાડાકરાર કરાવેલ નથી. આ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્‍યા મુજબ આવા આવાસધારકોનાં આવાસો રદ કરવામાં આવે છે. જેમાં  એ- ૧૦૬, એ - ૬૦૫, એ-૧૧૦૫, બી- ૧૦૦૩, બી-૧૨૦૪, બી- ૧૪૦૨, બી- ૧૪૦૩, સી- ૨૦૨, સી- ૩૦૨, સી- ૪૦૧, સી-૧૧૦૩, સી-૧૩૦૩, ડી-૫૦૫, ઇ-૫૦૩, ઇ-૭૦૩, ઇ-૭૦૪, ઇ-૭૦૫, ઇ-૯૦૧, ઇ-૧૦૦૧ નો સમાવેશ થાય છે. આ બાબતે કોઇપણ પ્રકારનાં વાંધાવચકા હોય તો જાહેરાત પ્રસિધ્‍ધ થયાની તારીખથી દિન-૭ માં અત્રેની કચેરીમાં કામકાજનાં સમયદરમ્‍યાન આવાસ શાખાનો સંપર્ક કરવો. તેમ યાદીનાં અંતમાં જણાવાયું છે.

(3:17 PM IST)