તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Friday, 2nd May 2025
રાજકોટ જીલ્લાના ૬પ ગામોમાં સામાન્ય તો ર૪ર ગ્રામ પંચાયતમાં પેટા ચુંટણી યોજાશેઃ તમામ સ્થળે પ્રોવીઝનલ મતદાર યાદી જાહેર
તા. ૧પ સુધીમાં ફોટાવાળી મતદાર યાદી ફાઇનલ કરી રીપોર્ટ કરવા દરેક કલેકટરને રાજય ચુંટણી પંચની સૂચના

રાજકોટ, તા. રઃ આગામી મહિનામાં આવી રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચે રાજકોટ સહિત રાજ્યના કલેકટરોને સૂચના આપતા આજે રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાની ૬૫ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની પ્રોવિઝનલ મતદાર યાદી બહાર પાડવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાની ૨૪૨ જેટલી ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં પેટા ચૂંટણી થવાંની છે ત્યાં પણ મતદાન યાદી બહાર પાડવામાં આવી છે.
ઉપરોકત તમામ મતદાર યાદી ફાઇનલ કરી ૧૫ તારીખ સુધીમાં ફોટા વાળી મતદાર યાદી જાહેર કરી રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ કરવા આદેશો કરવામાં આવ્યા છે.રાજકોટ જિલ્લામાં જ્યાં ૬પ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી થનાર છે ત્યાં રાજકોટ તાલુકામાં પાંચ, કોટડા સાંગાણીમાં બે, લોધીકામાં એક, પડધરીમાં ત્રણ, ગોંડલમાં છ, જેતપુરમાં ચાર, ધોરાજીમાં બે, ઉપલેટામાં ચાર, જામકંડોરણામાં સાત, જસદણમાં ૧૫, વિંછીયા ૧૬ સહિત રાજકોટની ૬૫ ગ્રામ પંચાયત પર સામાન્ય ચૂંટણી યોજાશે.
જ્યારે ૨૪૨ ગ્રામ પંચાયત પર પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે જેમાં રાજકોટ તાલુકામાં ૪૬, કોટડા સાંગાણી ૧૭, લોધીકા ૧૩, પડધરી ૨૮, ગોંડલ ૩૪, જેતપુર ૨૪, ધોરાજી ૧૧, ઉપલેટા ૧૭, જામકંડોરણા ૨૫, જસદણ ૧૫, વિંછીયા ૧૨ સહિતના ગામોમાં પેટા ચૂંટણી થશે.(૬.૧૭)
(3:20 PM IST)










